Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દમણ : યુવકને ઢોર માર મારી મોતને ઘાટ ઉતારનાર 6 ઈસમો ઝડપાયા

  • January 10, 2021 

સંઘપ્રદેશ દમણના ડાભેલ ખાતે આવેલ 6થી વધુ ઇસમોએ સંતોષ નામના એક યુવાનને ધર્મિષ્ઠા પાર્ક ખાતે બોલાવી તેણે પકડીને એક ઝુંપડામાં લઈ જઈ ઢોર માર મારી મોતને ઘાટ ઉતાર્યો હતો. જે બાદ તેને ટેમ્પોમાં ભરીને હોટલ બ્લુ લોગુન પાસે ફેકી દીધા હતો. તે બાદ 108 એમ્બ્યુલન્સ દ્વારા મરવડ હોસ્પિટલમાં લઈ જવાતા ફરજ પરના તબીબએ તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનામાં 6 આરોપીની ધરપકડ કરી છે.

 

 

 

દમણના ધર્મિષ્ઠા પાર્ક ઘેલાવાડ ફળિયા ડાભેલ ખાતે ડાખલીની વાડી નાની-દમણ ખાતે રહેતો યુવક સંતોષ બ્રિજેશ ભૈઠા ને કલ્પેશ પટેલ, જલિત, ગિરીશ, જીતુ, ગુલાબ અને કમલેશ નામના ઈસમોએ બોલાવીને તેને એક ઝુપડામાં લઈ જઈ લાઠી તથા લાત અને ઠીક-મુક્કીનો ઢોર મારી મોતને ઘાટ ઉતાર્યો હતો અને તેણે ટેમ્પામાં ભરીને હોટલ બ્લુ લોગુન પાસે ફેકે દીધો હતો. ત્યારબાદ ત્યાના લોકોએ તેને પડેલો જોઈને 108ને કોલ કરતા 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોચી આવી હતી.

 

 

 

ત્યારબાદ એમ્બ્યુલન્સ યુવકને મરવડ હોસ્પિટલમાં લઈ ગઈ હતી જ્યાં ફરજ પરના તબીબએ  યુવકને મૃત જાહેર કર્યો હતો. આ ઘટના અંગે પુંડેલ શંકર ભૈઠાની ફરિયાદ લઈ દમણ પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી અને આરોપીઓનો કોવિડ-19 ટેસ્ટ કરવી કોર્ટમાં રજુ કરવાની તૈયારી હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application