મુંબઈમાં દહીં હાંડી ઉત્સવ દરમિયાન એક મોટી દુર્ઘટના ઘટી હતી. દહીં હાંડી ઉત્સવ દરમિયાન માનવ પિરામિડ બનાવવામાં સામેલ લગભગ 238 ગોવિંદાઓ મંગળવારે ઈજાગ્રસ્ત થયા હતા. મ્યુનિસિપલ કૉર્પોરેશનના એક અધિકારીએ આ દુર્ઘટના અંગે જણાવ્યું કે, ઈજાગ્રસ્ત ગોવિંદાઓને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) સંચાલિત અને ખાનગી હોસ્પિટલોમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. જન્માષ્ટમીના તહેવારના ભાગરૂપે દહીં હાંડીનું આયોજન કરવામાં આવે છે. મુંબઈ અને મહારાષ્ટ્રના અન્ય ભાગોમાં પરંપરાગત ઉત્સાહ અને ઉલ્લાસ સાથે આ તહેવાર ઉજવવામાં આવે છે.
દહીં હાંડીમાં ભાગ લેનાર ગોવિંદા માનવ પિરામિડ બનાવે છે અને હવામાં લટકતી દહીંથી ભરેલી માટીની હાંડી ફોડે છે. મ્યુનિસિપલ કૉર્પોરેશનના એક અધિકારીએ જણાવ્યું કે, સાંજે 7:00 વાગ્યા સુધીમાં માનવ પિરામિડ બનાવવાના પ્રયાસમાં 238 ગોવિંદા ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. જેમાંથી 8ને વિવિધ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને 32 ઓપીડીમાં સારવાર હેઠળ છે જ્યારે બીજાને સારવાર બાદ રજા આપી દેવામાં આવી છે. અનેક મહિલા ગોવિંદા જૂથો પણ માનવ પિરામિડ બનાવીને દહીં હાંડી ફોડવામાં સામેલ થયા છે. દહીં હાંડી મુખ્ય ચોક અથવા જંકશન પર લટકાવવામાં આવી હતી, જેના કારણે મુંબઈના ઘણા વિસ્તારોમાં ટ્રાફિક જામ થયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application