અમદાવાદમાં ટ્રાફિક પૂર્વ DCP સફિન હસન પાસે ઝોન-3 DCPનો પણ ચાર્જ છે જેથી તેઓ રાતનાં સમયે કાલુપુર રેલ્વે સ્ટેશન પર આવતા-જતા મુસાફરોની અનેક ફરિયાદ હોય છે. જેમાં રીક્ષા ચાલકો વધુ ભાડું વસુલે, દાદાગીરી કરે, મુસાફરોને લૂંટે જેવા અનેક કિસ્સા બનતા હોય છે. આ અંગેની જાણ થતાં DCP સફિન હસન સરપ્રાઈઝ વિઝીટ માટે કાલુપુર રેલ્વે સ્ટેશન પહોંચ્યા હતા અને DCP પહોંચતા સ્થાનિક પોલીસનાં કર્મચારીઓ પણ પહોંચ્યા હતા.
Zone-3 LCB અને કાલુપુર ચોકી તથા કાલુપુર પોલીસ સ્ટેશનની D સ્ટાફની ટીમને સાથે રાખીને રાતે 11:15 વાગ્યાથી 3 વાગ્યા સુધી ડ્રાઈવ યોજી હતી. જેમાં સફિન હસન સર 4 કલાક ખડેપગે હાજર રહ્યા હતા. તેમણે ટીમ સાથે મળીને રીક્ષા ચાલક અને રિક્ષાને તપાસી હતી અને તમામ રીક્ષા ચાલકનાં લાયસન્સ પણ તપસ્યા હતા. જયારે મુસાફરો સાથે કોઈ ગેરવર્તુણક ના કરે તે માટે રિક્ષા ચાલકોને પણ સમજાવ્યા હતા.
પોલીસની આ કામગીરીને કારણે રાતના સમયે લોકોએ રાહત અનુભવી હતી. મુસાફસરોનાં મનમાં રાતે રિક્ષામાં બેસીને જવાનો ડર પણ પોલીસની રાતની કામગીરીને કારણે ઓછો થયો હતો. તો બીજી તરફ રીક્ષા ચાલકો રાતે બેફામ બનીને આડેધડ પાર્કિંગ કરતા તથા મુસાફરો સાથે જે વર્તન કરતા હતા તે હવે પોલીસની હાજરીને કારણે ઓછું થશે. ઉચ્ચ અધિકારીની કામગીરીને કારણે અન્ય પોલીસ કર્મીઓને પણ કામ કરવા માટેનું પ્રોત્સાહન મળ્યું હતું.
આ અંગે સફિન હસન સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, મારી નાઈટ નહોતી, પરંતુ કાલુપુર રેલવે સ્ટેશન પર મળતી ફરિયાદોને લઈને હું મારી ફરજ સમજીને પોતે સરપ્રાઈઝ વિઝીટ માટે પહોંચ્યો હતો. પોલીસની હાજરીથી સામાન્ય નાગરિકોને રાહત મળે તો બેફામ બનેલા લોકોને પણ ડર રહે છે. હવે આ પ્રકારની સરપ્રાઈઝ વિઝીટ ચાલુ જ રહેશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500