મુંબઇની ન્યૂ ઇન્ડિયા બેન્કના 122 કરોડના કૌભાંડમાં સામેલ બેંકના મેનેજરને ડીસીબી પોલીસે ઝડપી પાડયો છે. વધુ તપાસ માટે આરોપીને મુંબઇ પોલીસને હવાલે કરવામાં આવ્યો છે. મુંબઇના ગોરેગાંવ તથા પ્રભાદેવી શાખાની ન્યૂ ઇન્ડિયા કો.ઓ.બેકના મેનેજર દ્વારા 122 કરોડની ઉચાપતનો ગુનો મુંબઇના આર્થિક ગુના નિવારણ શાખામાં નોંધાયો હતો. પોલીસની ધરપકડથી બચવા માટે આરોપી કપિલ કલ્યાણજી ડેડિયા (રહે.જયપુર, રાજસ્થાન) નાસતો ફરતો હતો.
આરોપી વડોદરામાં સંતાયો હોવાની માહિતી ડી.સી.બી. પોલીસને મળી હતી. જેથી, પી.આઇ. આર.જી. જાદવની સૂચના મુજબ સ્ટાફે ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપી કપિલ (રહે. જયપુર, રાજસ્થાન, મૂળ રહે.આર્યાવતા કોમ્પલેક્સ, દહીંસર ઇસ્ટ, મુંબઇ)ને નવાયાર્ડ વિસ્તારમાંથી ઝડપી પાડયો હતો. વધુ તપાસ માટે આરોપીને મુંબઇ પોલીસને હવાલે કરવામાં આવ્યો છે. આ કેસમાં આર.બી.આઇ.ની તપાસ દરમિયાન ઉચાપતની વિગતો પ્રકાશમાં આવી હતી. જેથી ન્યૂ ઇન્ડિયા બેંકના ચીફ એક્ઝિક્યિુટિવ ઓફિસરે ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદની તપાસ દરમિયાન જનરલ મેનેજર હિતેશ મહેતાની ધરપકડ કરવામાં આવી હતી. જેની પૂછપરછ દરમિયાન આરોપી કપિલનું નામ ખૂલતા ધરપકડના ડરથી તે નાસતો ફરતો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application