વાવાઝોડું સિતરંગ પશ્ચિમ બંગાળનાં દરિયા કાંઠાને પાર કરીને બરિસાલની પાસે હવે બાંગ્લાદેશનાં દરિયાકાંઠે ત્રાટક્યું છે તેમ ભારતીય હવામાન વિભાગ (IMD)એ એક નિવેદનમાં જણાવ્યું છે. ભારતમાં વાવાઝોડું સિતરંગ ભલે નબળું પડી ગયું હોય પણ અનેક રાજ્યોમાં હજુ પણ એલર્ટ જારી છે. હવામાન વિભાગે ઓડિશા, બંગાળ, મિઝોરમ સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે.
જોકે સ્થિતિને ધ્યાનમાં રાખીને બંને રાજ્યોની સરકાર એલર્ટ મોડ પર છે. જ્યારે આસામ, મેઘાલય, ત્રિપુરા, મિઝોરમમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. બાંગ્લાદેશમાં આ વાવાઝોડાથી અત્યાર સુધીમાં 11 લોકોનાં મોત થયા છે. સિતરંગ વાવાઝોડાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ બંગાળ સરકારે લોકોને કારણ વગર સુંદરવન સહિતનાં સમુદ્રી વિસ્તારોમાં બહાર જવાથી બચવાની સલાહ આપી છે. અહીં નાદિયા જિલ્લાનાં ઉત્તર અને દક્ષિણ 24 પરગણાનાં એક અથવા બે સ્થળો પર ભારે વરસાદ પડવાની સંભાવના છે.
આ ઉપરાંત દક્ષિણ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં એક અથવા બે સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત દક્ષિણ બંગાળનાં મુર્શિદાબાદ જિલ્લામાં એક અથવા બે સ્થળોએ ભારે વરસાદ પડવાની સંભાવના છે. આ વિસ્તાર માટે હવામાન વિભાગે યલો એલર્ટ જારી કરી છે. જ્યારે હવામાન વિભાગે મિઝોરમ અને ત્રિપુરામાં એક અથવા બે સ્થળોએ ભારે વરસાદની આશંકા વ્યક્ત કરી છે. મિઝોરમનાં પાટનગર આઇઝોલમાં સિતરંગને પગલે ભારે વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
આઇઝોલ જિલ્લા વહીવટી તંત્રે ખતરાની સ્થિતિને ધ્યાનમાં રાખીને નર્સરીથી લઇને ધોરણ-12 સુધીનાં તમામ વર્ગો બંધ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત કોઇ પણ અસામાન્ય પરિસ્થિતિનું નિર્માણ થાય તો તે માટે જિલ્લા વહીવટી તંત્રને એલર્ટ રહેવા જણાવવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર 24 પરગણા અને દક્ષિણ 24 પરગણા જિલ્લામાં હવાની ગતિ 70-90 કિમી પ્રતિ કલાક સુધી પહોંચવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500