'મૈંડૂસ' નામે ભારતના અમુક ભાગોમાં ચિંતા વધારી દીધી છે. આ અઠવાડિયે એક ચક્રવાતનું બંગાળની ખાડી ઉપર બનીને તમિલનાડુ, પુડુચેરી અને આંધ્ર પ્રદેશની આસપાસનાં કિનારા સુધી પહોંચવાની શક્યતા છે. આ ચોમાસા બાદનું બીજુ ચક્રવાત હશે અને એકવાર બન્યા બાદ આને મૈંડૂસનાં નામથી ઓળખવામાં આવશે. ભારતીય હવામાન વિભાગે સોમવારે કહ્યુ કે, દક્ષિણ અંદમાન સાગર અને પાડોશમાં ઓછા પ્રેશરનું ક્ષેત્ર પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ તરફ વધવાની શક્યતા છે અને તા.6 ડિસેમ્બરની સાંજ સુધી દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પર એક પ્રેશર બની શકે છે. ઓછા પ્રેશરનો વિસ્તાર ચક્રવાતી તોફાનમાં બદલાઈ શકે છે અને 8 ડિસેમ્બરની સવાર સુધી ઉત્તરી તમિલનાડુ, પુડુચેરી અને આનાથી કિનારાના દક્ષિણ આંધ્ર પ્રદેશ કિનારા નજીક બંગાળની દક્ષિણ-પશ્ચિમ ખાડી સુધી પહોંચી શકે છે.
IMDએ કહ્યુ કે, આના કારણે અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહમાં મંગળવારે સામાન્ય કે મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. IMDએ એ પણ કહ્યુ કે તા.7 ડિસેમ્બરની મધ્યરાત્રિથી ઉત્તરી કિનારાના તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં અમુક સ્થળો પર ભારે વરસાદની શક્યતા છે. 8 ડિસેમ્બરે ઉત્તરી તમિલનાડુ અને પુડુચેરીમાં અલગ-અલગ સ્થળો પર ભારેથી ખૂબ ભારે અને 9 ડિસેમ્બરે તમિલનાડુમાં ભારેથી ખૂબ ભારે વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગે અનુમાન લગાવ્યુ કે, પવનની ગતિ ધીમે-ધીમે વધીને 55-65 કિ.મી પ્રતિ કલાક થઈ જશે. જે તા.7 ડિસેમ્બરે 75 કિમી પ્રતિ કલાકની ઝડપે ચાલશે.
8 ડિસેમ્બરે આ વિસ્તારમાં 70-80 કિમી પ્રતિ કલાકની ઝડપથી ચાલશે. પવનની ગતિ અહીં 8 ડિસેમ્બરે 90 કિમી પ્રતિ કલાક સુધી પહોંચવાની શક્યતા છે. હવામાનના અનુમાનમાં કહેવામાં આવ્યુ છે કે, 6 ડિસેમ્બરથી 8 ડિસેમ્બર સુધી બંગાળની ખાડીનાં પશ્ચિમ મધ્યનાં દક્ષિણ-પશ્ચિમ અને આસપાસનાં વિસ્તારોમાં સમુદ્રની સ્થિતિ ખૂબ ખરાબ રહેવાની શક્યતા છે. તારીખ 7 અને 9 ડિસેમ્બરે દક્ષિણ આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, પુડુચેરી અને શ્રીલંકાના કિનારા પર સમુદ્રની સ્થિતિ ખરાબ રહેવાની છે. બીજી તરફ 8 ડિસેમ્બરે આ કિનારા પર સમુદ્રની સ્થિતિ ખૂબ ખરાબ રહેવાની શક્યતા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500