Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પશ્ચિમ બંગાળનાં દરિયાકાંઠે 'દાના' વાવાઝોડું ત્રાટકવાની શક્યતા, તંત્રએ ઓડિશાનાં 11 જિલ્લા સહિત બંગાળમાં એલર્ટ જાહેર કર્યું

  • October 22, 2024 

તારીખ 22મી ઓક્ટોબર એટલે મંગળવારની સવારે અથવા આગામી 24 કલાકમાં ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે 'દાના' વાવાઝોડું ત્રાટકવાની શક્યતાઓ છે. આ દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોમાં 100થી 120 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. જેને ધ્યાનમાં લઈને IMDએ ઘણા જિલ્લાઓમાં રેડ અને ઓરેન્જ એલર્ટ જારી કર્યા છે. તેમજ માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપી છે. સોમવારે, ભારતની સિલિકોન વેલી બેંગલુરુમાં ભારે વરસાદ થયો હતો. જેના પગલે 20 ફ્લાઇટ્સ મોદી પડી હતી તો ઘણી ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવામાં આવી હતી. તેમજ શહેરમાં ભારે વરસાદને કારણે અઠવાડિયામાં બીજી વખત શાળાઓ શાળા-કોલેજો બંધ કરવી પડી.


હવામાન વિભાગે મંગળવારે દક્ષિણી કર્ણાટક, કોસ્ટલ કર્ણાટક, કેરળ અને તમિલનાડુના ભાગોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. હવામાન વિભાગે જણાવ્યું કે બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર આજે સવારે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જશે. જેના પગલે 22 ઓક્ટોબરથી 24 ઓક્ટોબરની વચ્ચે ખતરનાક વાવાઝોડાની શક્યતા છે. તેમજ બંગાળની ખાડીમાં આજનું હવામાન ખૂબ જ ગંભીર બની શકે છે. બંગાળની ખાડીથી લઈને તમિલનાડુના દરિયાકાંઠે ભારે વરસાદની સંભાવના છે. આ પરિસ્થિતિ 25 ઓક્ટોબર સુધી ચાલુ રહી શકે છે. ઓડિશાના 11 જિલ્લા સહિત બંગાળમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.


દાના વાવાઝોડાને ધ્યાનમાં રાખીને, ઓડિશા સરકારે 23 થી 25 ઓક્ટોબર સુધી રાજ્યભરના 14 પ્રભાવિત જિલ્લાઓમાં શાળાઓ બંધ રાખવાનો આદેશ આપ્યો છે. તેમજ ઓડિશાના પુરીમાં આવેલા ભક્તોને શહેર છોડવા માટે કહેવામાં આવ્યું છે. IMDએ માછીમારોને સોમવારે સાંજ સુધીમાં કિનારા પર પાછા ફરવાની અને 26 ઓક્ટોબર સુધી દરિયામાં ન જવાની સલાહ આપી છે. ઓડિશાના મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન મંત્રી સુરેશ પૂજારીએ સોમવારે ઓડિશાના સીએમ મોહન ચરણ માઝીની અધ્યક્ષતામાં યોજાયેલી સમીક્ષા બેઠક કરી હતી. ત્યારબાદ હવામાન વિભાગે આગાહી કરી હતી કે 'દાના' વાવાઝોડું 24 ઓક્ટોબરે લેન્ડફોલ થવાની સંભાવના છે.નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)એ પશ્ચિમ બંગાળમાં 14 ટીમો અને ઓડિશામાં 11 ટીમોને તૈનાત માટે સ્ટેન્ડબાય પર રાખી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application