સુરત પોલીસ દ્વારા પરીપત્ર બહાર પાડતા ટીઆરબી જવાનોમાં નારાજગી દેખાઇ રહી છે. ટીઆરબી જવાનોએ સ્થળ પર સમયસર હાજર થવાનું ફરમાનની સાથે મોબાઇલ ફોન , ફરજ પર રહેલા સર્કલ કચેરીમાં જમા કરાવવાના રહેશે. આ ઉપરાંત ફરજ પુરી કર્યા બાદ મોબાઇલ ફોન પરત લેવાના રહેશે.
સુરત શહેરમાં છેલ્લાં કેટલાંક દિવસોથી ટીઆરબી જવાનોની દાદાગીરીના વિડીયો સામે આવી રહ્ના છે. ટ્રાફીક સમસ્યાને બદલે વાહન ચાલકો પાસેથી પૈસા ઉઘરાવતા હોવાના વિડીયોને લઇ શહેરમાં નારાજગીનું વાતાવરણ દેખાઇ રહ્ના છે. તેવા સમયે સુરત પોલીસ દ્વારા પરીપત્ર બહાર પાડતા ટીઆરબી જવાનોમાં નારાજગી દેખાઇ રહી છે. ટીઆરબી જવાનોએ સ્થળ પર સમયસર હાજર થવાનું ફરમાનની સાથે મોબાઇલ ફોન , ફરજ પર રહેલા સર્કલ કચેરીમાં જમા કરાવવાના રહેશે. આ ઉપરાંત ફરજ પુરી કર્યા બાદ મોબાઇલ ફોન પરત લેવાના રહેશે. તેમજ ટીઆરબી જવાનોએ પોતાના વ્હીકલ ફરજ સ્થળથી દુર પાર્કીંગ કરવાના રહેશે. આમ નવા પરીપત્રને લઇ ટ્રાફીક બ્રિગેડમાં છુપો રોષ દેખાઇ રહ્ના છે. ઉલ્લેખનીય છે કે સુરત શહેરમાં કેટલાંક ટ્રાફીક બ્રિગેડો વાહન ચાલકો પાસેથી બળજબરીપુર્વક પૈસા વસુલ કરવાની સાથે પોતાની સેવા અને બેદરકારી દાખવી રહ્ના હોવાનું સામે આવ્યુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application