ભારત-પાકિસ્તાન સીમા ઉપર BSF અને પાકિસ્તાન રેન્જર્સે એકબીજાને મીઠાઈઓ ખવડાવી પરસ્પર દેશો વચ્ચેનાં ભાઈચારોનો સંદેશો જગતને પાઠવ્યો છે. જોકે બંને દેશો વચ્ચે, સરહદે વ્યાપેલી તંગદિલી વચ્ચે પણ દર વર્ષે બંને દેશોનાં સરહદી દળો વચ્ચે ભાઈચારો કદીક ઝબકી પણ જાય છે. BSFનાં એક અધિકારીએ જણાવ્યું હતું કે, દિવાળીનાં તહેવારે BSF અને પાક. રેન્જર્સે જમ્મુ ક્ષેત્રની સીમા ઉપર રહેલી ચોકીઓમાં અસામાન્ય ઔહાર્દપુર્ણ માહોલમાં મીઠાઈઓનું આદાન-પ્રદાન કરવામાં આવ્યું હતું.
જેમાં સાંબા, કછુઆ, આર.એસ.પુરા અને અખ્તુર સેકટરમાં રહેલી ચોકીઓ ઉપર રહેલા BSFનાં જવાનો અને પાકિસ્તાનના રેન્જર્સ વચ્ચે મીઠાઈઓની વહેંચણી સાતે ચૌહાર્દ-પૂર્ણ વાતાવરણ પણ ઉભું થયું હતું. જોકે તાજેતરમાં જ સરહદને પેલે પારથી નશીલા પદાર્થોની થતી ઘૂષણખોરીને લીધે તંગદિલી તો વ્યાપી જ રહી છે. તેની વચ્ચે પણ આવું ઔહાર્દ-પૂર્ણ વાતાવરણ જોવા મળ્યું છે. બીજી તરફ એલ.એ.સી. અને અંતર-રાષ્ટ્રીય સરહદેથી આતંકીઓની પણ ઘુષણખોરી બંધ થઈ નથી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500