વ્યારા ખાતે આવેલ જનરલ હોસ્પિટલમાં એક મોટરસાઇકલ ચોરાયા અંગેની ફરિયાદ મંગળવારે વ્યારા પોલીસ મથકે નોંધાઇ હતી જેમાં પોલીસે તપાસ હાથ ધરી આરોપીને ઝડપી પાડ્યો હતો.
મળતી માહિતી મુજબ, ગત તા.24મી ઓગસ્ટના રોજ વ્યારાની જનરલ હોસ્પિટલમાં સારવાર મેળવવા આવેલ સોનગઢના નાની ખેરવાણ ગામના અનિલ ગામીતની મોટરસાઇકલ ચોરાઈ ગઈ હતી જેથી બાઈક ચોરીની ફરિયાદ વ્યારા પોલીસ મથકે આપતા પોલીસે તપાસ હાથ ધરી હતી તેથી આજરોજ ચોક્કસ બાતમી મળી હતી કે, મોટરસાઇકલ ચોરનાર ઈસમ વ્યારા જનરલ હોસ્પિટલમાં આવેલ છે, જે આધારે પોલીસે વોચ ગોઠવી આરોપી સોમનાથ ઉર્ફે સોનુ કાલુગીરી ગોસાઈ (રહે.શ્રીરામ નગર,ભરવાડ ફળિયું,સોનગઢ) નાને ચોરેલ મોટરસાઇકલ સાથે ઝડપી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500