પ્રાંતિજના ભાજપના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર સામે સગીરાની છેડતી કરવા બદલ ગુનો નોંધાયો છે. રાજસ્થાનમાં ફરીયાદ નોંધાઈ છે. ગજેન્દ્રસિંહની સાથે સાબરકાંઠા બેન્કના ચેરમેન મહેશ પટેલ સહિત 4 સામે ગુનો દાખલ થયો છે. આ અગ્રણીઓ વિરુદ્ધ રાજસ્થાન પોલીસે ફરીયાદ કરી છે.
અમદાવાદની મહિલા સાથે સંપર્કમાં આવ્યા બાદ જેસલમેરમાં ફરવા ગયા
અમદાવાદની મહિલા સાથે સંપર્કમાં આવ્યા બાદ જેસલમેરમાં ફરવા ગયા હતા. આબુ રોડ પર ઉલટી થતા મહિલા કારમાંથી બહાર નિકળી હતી. મળતી વિગતો અનુસાર મહિલા બહાર નીકળી તે સમયે તેની દીકરી સાથે કારમાં છેડતી કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ગેજેન્દ્રસિંહ સામે અગાઉ પણ ગુજરાતમાં દુષ્કર્મ મામલે કેસ થયો હતો. ત્યારે ફરી એકવાર ધારાસભ્ય સામે ફરીયાદ દાખલ થઈ છે.
મહિલા કોર્ટ સુધી પહોંચતા આ મામલે ફરીયાદ દાખલ થઈ
2020માં મહિલા ગજેન્દ્રસિંહ પરમાર સાથે જસલમેર જઈ રહી હતી ત્યારે આ ઘટના બની હતી. આ બાબતે અરજી કરતા ધમકી પણ મળી હતી. છેવટે મહિલા કોર્ટ સુધી પહોંચતા આ મામલે ફરીયાદ દાખલ થઈ છે. શારિરીક શોષણ બદલ રાજસ્થાનના સિરોહી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. આ સમયે મળતી વિગતો અનુસાર મહિલા અને ગજેન્દ્રસિંહ સાથે બોલાચાલી પણ થઈ હતી.
દુષ્કર્મની ગુજરાતમાં પણ મહિલાએ ફરીયાદ નોંધાવી હતી
અગાઉ ગજેન્દ્રસિંહ વિરુદ્ધ દુષ્કર્મની ગુજરાતમાં પણ મહિલાએ ફરીયાદ નોંધાવી હતી ત્યારે આ વખતે રાજસ્થાનમાં આ ફરીયાદ દાખલ કરવામાં આવી છે. ગજેન્દ્રસિંહ પરમાર હાલમાં પ્રાંતિજના ધારાસભ્ય અને એક સમયના પૂર્વમંત્રી પણ છે. ત્યારે નેતા સામે જ આ પ્રકારના ગંભીર આરોપ છે. આ કેસમાં ગંભીર કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.
દરમિયાન આબુરોડમાં મહિલા કારમાંથી નીચે ઉતરી ત્યારે ગજેન્દ્રસિંહ પરમારે તેની સગીર પુત્રી પર છેડતી કરી હોવાથી તે ગભરાઈને બહાર આવી ગઈ હતી. ત્યાર બાદ સિરોહી પોલીસ સ્ટેશનમાં ભાજપના નેતા વિરુદ્ધ અરજી કરાઈ હતી પરંતુ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. દરમિયાન જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારે મહિલા કોર્ટના સરણે જતા છેવટે આ મામલે ફરીયાદ રાજસ્થાનમાં દાખલ કરવામાં આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500