જાનગર કોર્ટ દ્વારા હાર્દિક પટેલને 2017ના કેસમાં રાહત આપવામાં આવી છે. હાર્દિક પટેલ અને સહ આરોપીઓને જામનગર કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. 2017માં ભડકાઉ ભાષણ મામલે તેમજ વિના મંજૂરીએ સભા હાર્દિક પટેલ દ્વારા યોજવામાં આવી હતી. પાસ કન્વીનર તરીકે જાહેર સભામાં 2017ની વિધાનસભાની ચૂંટણી વખતે યોજવામાં આવી હતી ત્યારે હવે આ કેસમાં રાહત આપવામાં આવી છે.
જામનગર કોર્ટમાં 2017ના મામલાનો આ કેસ ચાલી રહ્યો હતો ત્યારે હાર્દિક પટેલ અને સહ આરોપીઓને આજે કોર્ટ તરફથી નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. વિવાદાસ્પદ ભાષણ મુદ્દે હાર્દિક પટેલને મોટી રાહત આપવામાં આવી છે.
વિરમગામના ધારાસભ્ય તરીકે હાલ હાર્દિક પટેલ કાર્યરત છે. પાસમાંથી કોંગ્રેસમાં જોડાયેલા અને આ વખતે 2022ની વિધાનસભાની ચૂંટણીમાં કેસરીયો ધારણ કરી જીત મેળવી ધારાસભ્ય હાર્દિક પટેલ બન્યા છે. યુવા નેતા તરીકે હાર્દિક પટેલ રાજ્યમાં લોકપ્રિય છે.
હાર્દિક પટેલ અને સંયોજક દ્વારા 04-11-2017 ના રોજ પાટીદાર સમાજના સામાજિક સુધારણા અને શૈક્ષણિક અને ખેડૂતોના પ્રશ્નોના નિરાકરણ માટે ધુતારપુર નજીક એક વાડી ખાતે સભા યોજાઈ હતી. ત્યારે આ મામલે મંજૂરી વિના સભા કરવા અને ભડકાઉ ભાષણ મામલે ફરીયાદ થઈ હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500