સુરતના પલસાણા તાલુકાનાં વરેલી ગામની એક સોસાયટીના મકાનમાં મોડી સાંજે ઘરમાં ગેસ લીકેજ થવાના કારણે ધડાકાભેર ફ્લેશફાયર થતા ઘરેમાં રહેલું દંપતિ ગંભીર રીતે દાઝી ગયું હતું બંનેની હાલ ગંભીર હોવાનું જણાયું હતું. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પલસાણાના વરેલી ગામે આવેલ સાંઈ દર્શન સોસાયટીના મકાન નંબર-20માં રહેતા બબલુભાઈ કૈલાશભાઈ તૈલી (ઉ.વ.40) તેમજ તેની પત્ની મંજુદેવી તૈલી ઘરમાં હતા.તે વખતે ઘરમાં એકાએક ગેસ લીકેજ થવાના કારણે ફ્લેશફાયરની ઘટમાં બની હતી આ ગંભીર ઘટનાના મકાનનો સમગ્ર સમાન પળભરમાં જ આગની ચપેટમાં આવી ગયો હતો ધડાકા ભેર થયેલું ફ્લેશફાયર એટલું ગંભીર હતું કે, બંધ મકાનના બંને દરવાજા ફુરચે ફુરચા ઉડી સોસાયટીમાં પડ્યા હતા. લોખંડની ગ્રીલ પણ વાકી વળી ગઈ હતી ગંભીર રીતે દાઝેલા દંપતીને પ્રાથમિક સંજીવની અને ત્યારબાદ સુરત સિવિલ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. જોકે પોલીસે ઘટના સ્થળે પહોંચી જરૂરી પુરાવા દસ્તાવેજો એકત્ર કરી કાર્યવાહી જાણવા જોગ ફરીયાદ દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application