Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અમેરીકાથી નવસારી આવેલ તબીબનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

  • June 06, 2022 

અમેરીકાથી નવસારી આવેલ 65 વર્ષીય તબીબનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા જિલ્લામાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 3 થઇ છે. મળતી માહિતી મુજબ, અમેરીકાથી 65 વર્ષીય તબીબ નવસારીમાં 15 દિવસ અગાઉ આવ્યા હતા. જેઓ પુન અમેરીકા થવા મુંબઇ એરપોર્ટ ઉપર જતા ત્યાં કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ ટેસ્ટનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને સારવાર અર્થે હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. આ વધુ એક કેસ સાથે જિલ્લામાં કુલ કેસોની સંખ્યા 11933 થઇ છે અને કુલ રિકવર સંખ્યા 11720 રહી છે.



જોકે એક કેસમાં વધારો થતા હવે નવસારી જિલ્લામાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા વધીને 3 થઇ છે. આ ત્રણ કેસોમાં એક દર્દી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યો છે. જ્યારે અન્ય બે જણા હોમ આઇસોલેશનમાં જ છે. છેલ્લા અનેક દિવસોથી જિલ્લામાં કોરોના દર્દીઓના મૃત્યુ આંકમાં કોઇ જ વધારો થયો નથી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application