તાપી જિલ્લામાં સોમવારે કોરોના પોઝીટીવ દર્દીનો કોઈ નવો કેસ સામે આવ્યો નથી. જેને લઇ આરોગ્ય વિભાગે રાહતનો શ્વાસ લીધો છે, જોકે તેમછતાં કેટલાક લોકો માસ્ક અને સોશિયલ ડીસ્ટનસ વિના બિન્દાસ્ત હરતા ફરતા જોવા મળી રહ્યા છે, તે એક ચિંતાનો વિષય બન્યો છે.
જિલ્લા આરોગ્ય વિભાગ પાસેથી મળતી માહિતી અનુસાર તા.આઠમી નવેમ્બર નારોજ જિલ્લાના સાતેય તાલુકામાં સાંજ સુધીમાં કોરોનાનો એકપણ નવો કેસ નોંધાયો નથી. જિલ્લામાં કોરોના દર્દીઓના કુલ ૩૮૯૫ કેસો નોંધાયા છે. અત્યાર સુધી કુલ ૩૭૬૫ દર્દીઓ કોરોનાની સારવાર લઈ સાજા થયા છે.જિલ્લામાં કોરોનાની સારવાર દરમિયાન અન્ય કારણોસર કુલ ૧૦૩ દર્દીઓના મોત નિપજ્યા છે જયારે કોરોનાથી ૨૭ દર્દીઓના મોત સાથે જિલ્લામાં કુલ ૧૩૦ દર્દીઓના મોતને ભેટી ચુક્યા છે.
કોરોના પોઝીટીવ દર્દીના ક્યાં કેટલા કેસો નોંધાયા ??
- વાલોડ તાલુકો – કુલ ૭૯૪ કેસો
- વ્યારા અને ડોલવણ તાલુકો – કુલ ૧૫૯૪ કેસો
- સોનગઢ તાલુકો – કુલ ૯૪૫ કેસો
- ઉચ્છલ તાલુકો – કુલ ૨૧૬ કેસો
- નિઝર અને કુકરમુંડા તાલુકો – કુલ ૩૪૬ કેસો
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500