તાપી જિલ્લામાં કોરોના સંક્રમણની રફતાર વધી રહે છે, તેમછતાં કેટલાક લોકો માસ્ક અને સોસિયલ ડીસ્ટન્સ વિના જાહેરમાં હરતા ફરતા નજરે પડી રહ્યા છે, તે એક ચિંતાનો વિષય બન્યો છે.આ દરમિયાન સોમવારે તાપી આરોગ્ય વિભાગ પાસેથી મળતી માહિતી અનુસાર તાપી જિલ્લામાં ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૬ નવા કેસ નોંધાયા છે. આવી સ્થિતિમાં આ દિવસોમાં કોરોનાને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે વધુ ૨ દર્દીઓ કોરોનાની સારવાર લઇ સાજા થયા છે.
હાલ જિલ્લામાં કોરોના સંક્રમિતના કુલ ૨૨ કેસ એક્ટિવ છે..
તાપી જિલ્લામાં સોમવારે સાંજ સુધીમાં કોરોનાથી સંક્રમિત દર્દીઓના નવા ૬ કેસ સામે આવ્યા છે,જોકે ૨ દર્દીઓ સાજા થયા છે. આજે વ્યારાના ઘેરયાવાવ ગામના દાદરી ફળીયામાં ૫૦ વર્ષીય મહિલા, વ્યારાના વડકુઈ ગામના ડુંગરી ફળીયામાં ૫૦ વર્ષીય પુરુષ, વાલોડના કહેર ગામના દાદરી ફળીયામાં ૬૫ વર્ષીય મહિલા, વાલોડના અંબાચમાં ૫૭ વર્ષીય પુરુષ અને ૧૮ વર્ષીય યુવતી તેમજ વાલોડના કલમકુઈ ગામના તાડ ફળીયામાં ૩૦ વર્ષીય પુરુષનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. હાલ જિલ્લામાં કોરોના સંક્રમિતના કુલ ૨૨ કેસ એક્ટિવ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500