હાલમાં મળતા સમાચાર મુજબ વિદેશોમાં કોવિડ-19 ના કેસોમાં ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ખાસ કરીને જાપાન, અમેરીકા, દક્ષીણ કોરિયા, બ્રાઝીલ, ફ્રાન્સ, અને ચીન સહિતના દેશોમાં કોરોનાના વધતા જતા કેસને ધ્યાને લઇ આપણો દેશ પણ એલર્ટ મોડ પર આવી ગયો છે.
ત્યારે ભારત સરકારની ગાઇડ લાઇન અનુસાર તાપી જિલ્લા આરોગ્ય વિભાગ પણ સતર્ક બન્યુ છે. જિલ્લામાં હાલ જનરલ હોસ્પિટલ વ્યારા ,સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ –ઉચ્છલ અને સોનગઢ મળી કુલ ત્રણ સરકારી જગ્યાએ કોરોના ટેસ્ટીંગ લેબ ઉપલબ્ધ છે.
ભારત સરકારની ગાઇડ લાઇન અનુસાર તાપી જિલ્લામાં આવતા NRI વ્યાક્તિઓને પોતાનો કોરોના ટેસ્ટ જિલ્લામાં કાર્યરત કોરોના ટેસ્ટીંગ લેબ ખાતે કરાવી લેવા જણાવવામાં આવે છે અને જાહેર જનતાને પણ કોવિડ -૧૯ ની માર્ગદર્શિકાનું પાલન કરવા અનુરોધ કરવામાં આવેલ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500