Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કોરોનાની સંભવિત ત્રીજી લહેર : શાળા સંચાલકો અને શિક્ષણતંત્ર માટે એસિડ ટેસ્ટ સમાન !

  • December 29, 2021 

કોરોના મહામારીની બીજી લહેરે સુરત જિલ્લામાં હાહાકાર મચાવી દીધો હતો ત્યારે હવે ત્રીજી લહેરની પણ સંભાવના વર્તાય રહી છે ત્યારે કોરોનાના વધતા કેસોને પગલે શિક્ષણ આલમ સાથે સાથે વાલીઓમાં પણ ચિંતાવ્યાપી જવા પામી છે બીજીબાજુ ધો-૧થી ૫માં ભણતા બાળકો માટે શિક્ષણ મંત્રી દ્વારા શિક્ષણની શરુઆત કરવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે અને પ્રાથમિક શાળાઓમાં પ્રત્યક્ષ શિક્ષણનો પ્રારંભ થઈ ચૂક્યો છે તેવા સમયે સુરત જિલ્લાની સરકારી ૯૩૮ અને ખાનગી ૪૨૯ શાળાઓમાં અભ્યાસ કરતા લાખો વિદ્યાર્થીઓ વચ્ચે શાળા સંચાલકોને  કોરોના ગાઈડ લાઈનનું પાલન કરવુ ઍસિડ ટેસ્ટ સમાન બની રહેશે.


આ અંગે વધુ વિગતો મુજબ છેલ્લા કેટલાક દિવસથી કોરોના સંક્રમણના કેસોને પગલે ખાસ કરીને વાલીઓમાં ચિંતા જોવા મળી રહી છે. કારણ કે બાળકોને કોવિડ-૧૯ વિરોધી  રસી આપવાનુ હજુ તો શરુ કરાયું નથી. એવામા સુરત જિલ્લામાં સરકારી અને ખાનગી મળી પ્રાથમિક શાળાઓમાં નવા સત્રથી પ્રત્યક્ષ શિક્ષણનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે સુરત શહેર અને જિલ્લામાં પણ હવે દર્દીઅઓમાં સંક્રમણનો વધારો થઈ રહ્યો છે તો કેટલીક શાળાના છાત્રો પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. સાથે શિક્ષકો પણ સંક્રમીત થયાના બનાવો બહાર આવ્યા છે જેને લઈને  વાલીઓમાં પણ ચિંતા પ્રસરી ગઈ છે.



આવા સંજોગોમાં શાળાઓમાં શિક્ષકોને ગાઈડલાઈનનું પાલન કરાવવા વિષેની સુચના આપી દેવામાં આવી છે. સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દિપક દરજીના જણાવ્યા મુજબ સંક્રમણને કાબુમાં રાખવા સોશ્યલ ડિસ્ડન્સનું પાલન રાખવુ ચિંતાનો વિષય બન્યો છે રાજય સરકારના પરિપત્ર અને સુચનાઓ મુજબ તકેદારી પુર્વક શાળાઓ ચાલુ રાખવા માટે  શિક્ષણ વિભાગને સુચના કરાઈ છે ધોરણ-૧થી ૧૨ ના તમામ શૈક્ષણિક અને બીનશિક્ષણીક સ્ટાફના તમામ લોકોએ રસીના બંને ડોઝ લીધા છે કે નહી તે અંગેનો તપાસ માટે તમામ ટીપીઓને સુચના આપી દેવાઈ છે. ઉપરાંત કોઈ પણ વિદ્યાર્થીમાં સંક્રમણના લક્ષણ દેખાય તો તાકિદે જાણ કરવા પણ જણાવ્યું છે. આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ સુચન કરતા બાળકોને સંક્રમણથી બચાવવા તેમજ કોઈ આવા લક્ષણો જણાય તો બાળકોને શાળાએ મોકલવા નહી સાથે તેમને ઓનલાઈન શિક્ષણની વ્યવસ્થા કરવા જણાવ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application