ગુજરાતના જાહેર આરોગ્ય વિભાગે મહારાષ્ટ્રથી ગુજરાતમાં પ્રવેશતા પેસેન્જરો માટે કોરોનાનો આરટી-પીસીઆર ટેસ્ટ ફરજિયાત કર્યો છે. આ ઉપરાંત આ પેસેન્જરોનું હેલ્થ સ્ક્રિનિંગ પણ કરવામાં આવશે.
મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાંથી આવતા પેસેન્જરો હવાઈ માર્ગે, રેલ માર્ગે તેમ જ બસ દ્વારા ગુજરાતમાં પ્રવેશ માટે ગાઈડલાઈન જાહેર કરી છે. ડોમેસ્ટિક પેસેન્જર મહારાષ્ટ્રથી ગુજરાતમાં પ્રવેશે તો ૭૨ કલાકની અંદર તેનો આરટી-પીસીઆર ટેસ્ટ નેગેટિવ આવ્યો હોવો જરૂરી છે. એરપોર્ટના અધિકારીઓને રિપોર્ટ બતાવવાનો રહેશે. ટેસ્ટ રિપોર્ટ નહીં હોય, તો કમ્પલસરી એરપોર્ટ ઉપર પેસેન્જરે પોતાના ખર્ચે ટેસ્ટ કરાવવાનો રહેશે. ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક એરપોર્ટ પર આરટી-પીસીઆર ટેસ્ટ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જો પેસેન્જર નેગેટિવ હશે, તો તે પોતાની યાત્રા ચાલુ રાખી શકશે. પોઝિટિવ પેસેન્જરને સંસ્થાગત ક્વોરેન્ટિન કરવામાં આવશે.
આ ઉપરાંત પેસેન્જરના આગમન સમયે તેમનું થર્મલ સ્ક્રિનિંગ કરવામાં આવશે. જો તેને કોરોનાના લક્ષણો દેખાશે તો તેનો ટેસ્ટ પેસેન્જર ખર્ચે કરવામાં આવશે. જેનો ૮૦૦ રૂપિયા ચાર્જ લાગશે. મહારાષ્ટ્રથી આવતા પેસેન્જરે ફરજિયાત ૭૨ કલાકની અંદર આવેલો કોરોનાનો છઝ- ઙઈછ રિપોર્ટ સાથે રાખવો પડશે અને રેલવે અધિકારી માગે ત્યારે તેને બતાવવો પડશે. જો ૭૨ કલાકની અંદર ટેસ્ટ કરેલો નહીં હોય કે સાથે ટેસ્ટનો રિપોર્ટ નહીં હોય તો પેસેન્જરે રેલવે સ્ટેશન પર ટેસ્ટ કરાવવાનો રહેશે. જે પેસેન્જર નેગેટિવ હશે તે પોતાની યાત્રા ચાલુ રાખી શકશે. જ્યારે પોઝિટિવ પેશન્ટને સંસ્થાગત ક્વોરન્ટીન કરવામાં આવશે. રેલવે ઓથોરિટીએ પેસેન્જરોના આગમન ઉપર તેમના સ્ક્રિનિંગની જવાબદારી ઉપાડવી પડશે. સાથે જ આ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સ જળવાય તેનું પાલન કરવાનું રહેશે. આ નિયમો મહારાષ્ટ્રથી ગુજરાત આવતા પેસેન્જરો માટે લાગુ પડશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500