Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બારડોલી ૧૮૧ ટીમની કામગીરી : માનસિક અને શારીરિક ત્રાસ આપતાં વ્યસની પતિને સમજાવી પતિ-પત્ની વચ્ચે સુ:ખદ સમાધાન કરાવ્યું

  • August 10, 2024 

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી રાત્રીના સમયે એક પીડિત મહીલા દ્વારા ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી જણાવેલ કે, તેમના પતિ કેફી દ્રવ્યોનું સેવન કરી ઘરે આવે છે અને ખુબ જ માનસિક ત્રાસ આપે છે તેથી ૧૮૧ની મદદની જરૂર છે. જેના પગલે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી. પીડિતા મહિલાના કાઉન્સિલિંગ દરમ્યાન જાણવા મળ્યું કે પીડિતા તેમના પતિ અને ત્રણ બાળકો સાથે  રહેતા હતા. પીડિતાના પતિ કંપની નોકરી કરતા હતાં પરંતુ તેવો છેલ્લાં 6 છ મહિનાથી નોકરી પર જતા નથી.


તેમનું એક્સિડન્ટ થયું હોવાથી ભારે કામ કરી સકતા નથી અને મજૂરી કામ કરે છે તે પૈસા પણ ઘર ખર્ચ માટે આપતાં ના હતાં. આમ પીડિતા અને તેમના બાળકોની કોઈ પણ જવાબદારી પૂરી કરતા ના હતા. પીડિતા તેમની અને તેમના બાળકોની નાની નાની જરૂરિયાત પુરી કરવા માટે મંજૂરી કામ કરવા માટે જતા હતા અને તેમના પિયર પક્ષ આર્થિક મદદ કરેલ છે તેમજ પતિની સારવાર માટે પણ પિયર પક્ષ દ્વારા પૈસા આપવામાં આવે છે. જે બાબતને લઈને પીડિતા ના રોજ તેમના પતિ સાથે ઝઘડાઓ થતા હતા. તેમના પતિ અવાર-નવાર કેફી દ્રવ્યોનુ સેવન કરીને ઘરે આવી ખૂબ જ માનસિક ત્રાસ આપતો હતો.


તેથી તેમના પતિને સમજાવવા ૧૮૧ની મદદ લેતા આમ બંને પક્ષોનું અસરકારક કાઉન્સેલિંગ કર્યું હતું અને ૧૮૧ અભિયમની ટીમ દ્વારા પીડિતાના પતિને કડક શબ્દોમાં કાયદાનું ભાન કરાવેલ જેથી પીડિતા ના પતિએ તેની ભુલ સ્વીકારી અને હવે પછી તેમની પત્નીને હેરાન નહી કરે તેમજ તેમની પત્ની અને બાળકોનું તમામ જવાદારીઓ પૂરી કરશે તેવું જણાવેલ તેથી બંને પતિ અને પત્ની સાથે સુ:ખદ નિરાકરણ કરવામાં આવેલ છે અને ઘર સંસાર તૂટતાં બચાવ્યા હતો. જયારે પીડિત મહિલાએ ૧૮૧નો આભાર પણ વ્યક્ત કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application