અમદાવાદ સાયબર ક્રાઈમે કોંગ્રેસનાં અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ પ્રમુખ હિતેન્દ્ર પીઠડિયાની રામ મંદિરના પુજારી અંગે અપમાનજનક પોસ્ટ કરવા બદલ ધરપકડ કરી છે. હિતેન્દ્ર પીઠડિયાએ મહિલાને બદનામ કરવા માટે ખોટી પોસ્ટ બનાવીને લોકોની ધાર્મિક લાગણી દુભાય તેવી પોસ્ટ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી હતી. અનેકવાર અફવા ફેલાવતા રંગે હાથે પકડાયેલ અને હંમેશા જૂઠ બોલવા-લખવા માટે પંકાયેલા કેંગ્રેસ નેતા અને અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ હિતેન્દ્ર પીઠડિયાની વધુ એક વાર જૂઠ ફેલાવવાના આરોપસર ક્રાઈમ બ્રાચે ધરપકડ કરી છે.
રામ મંદિરના એક પૂજારીને એક મહિલા સાથે બીભત્સ રીતે બતાવીને આ પૂજારી હશે તેવો ફોટો વાયરલ કર્યો હતો. આ ફોટો અંગે તપાસ કરતા મહિલાનું નામ બદનામ કરવાના ઇરાદે આ ખોટી પોસ્ટ કરી હતી. લોકોની લાગણી દુભાય તે રીતે ફોટો પોસ્ટ કરતા અમદાવાદની સાયબર ક્રાઈમે કાર્યવાહી કરીને તેની ધરપકડ કરી હતી. સાયબર સેલે IPCની કલમ 469, 509, 295A અને IT એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે. ઉલ્લેખનીય છે કે, સોશ્યલ મીડિયામાં કોઇ પણ પ્રકારની વિવાદાસ્પદ પોસ્ટ મૂકવી એ ખરેખર ગુનો ગણાય છે ત્યારે રામ મંદિરના પૂજારી અંગે અપમાનજનક પોસ્ટ સોશ્યલ મીડિયા પર શેર કરતા કોંગ્રેસના નેતા વિરૂદ્ધ સાયબર ક્રાઇમે તુરંત કાર્યવાહી હાથ ધરી હતી. હાલમાં સાયબર ક્રાઇમે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application