નેશનલ હેરાલ્ડ કેસનાં આરોપી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સાંસદ તરીકે અયોગ્ય જાહેર કરાયા બાદ યાત્રા દસ્તાવેજો જમા કરાવી દીધા હતા અને તેના પછી હવે નવા "સામાન્ય પાસપોર્ટ" માટે નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) મેળવવા માટે તેમણે દિલ્હીની કોર્ટમાં અરજી કરી હતી. તેમણે એન.ઓ.સી. મેળવવા માટે રાઉઝ એવન્યુ કોર્ટ અરજી કરી છે.
નેશનલ હેરાલ્ડ કેસમાં નામ હોવાના કારણે રાહુલ ગાંધીને સામાન્ય પાસપોર્ટ આપવા માટે કોર્ટમાંથી એન.ઓ.સી.ની જરૂર છે. એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ વૈભવ મહેતાએ રાહુલ ગાંધીની અરજી પર નેશનલ હેરાલ્ડ કેસના ફરિયાદી ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીનો જવાબ માંગ્યો હતો અને આજે સુનાવણી માટે આ મામલાની સૂચિબદ્ધ કરી હતી. અરજીમાં જણાવવામાં આવ્યું છે કે, 'અરજદારની સંસદની સદસ્યતા માર્ચ 2023માં સમાપ્ત થઈ ગઈ હતી અને આ રીતે તેમણે પોતાનો રાજદ્વારી પાસપોર્ટ સરેન્ડર કરી દીધો હતો અને તે નવા સામાન્ય પાસપોર્ટ માટે અરજી કરી રહ્યા છે.
હાલની અરજી દ્વારા અરજદારે સામાન્ય પાસપોર્ટ બનાવવા માટે પરવાનગી માંગી છે અને તેમને એનઓસી જોઈએ છે. રાહુલ ગાંધીએ પોતાની અરજીમાં કહ્યું છે કે નેશનલ હેરાલ્ડ કેસમાં જામીન આપતી વખતે કોર્ટે દેશની બહાર જવા પર કોઈ પ્રતિબંધ લગાવ્યો નથી. કોર્ટે 19 ડિસેમ્બર, 2015નાં રોજ આ કેસમાં ગાંધી અને અન્યને જામીન આપ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500