Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નિઝરના સરવાળા ગામે માધ્યમિક શાળાનું તાળું તોડી કોમ્પ્યુટર સાધનોની ચોરી

  • March 01, 2023 

નિઝરના સરવાળા ગામની માધ્યમિક શાળાના ધોરણ દસના વર્ગખંડનું તાળું તોડી કોમ્પ્યુટર સાધનોની ચોરી કરવામાં આવી હોવાની ફરિયાદ નિઝર પોલીસ મથકે નોંધાઈ છે.


મળતી માહિતી મુજબ નિઝર તાલુકાના સરવાળા ગામે તા-૨૪/૦૨/૨૦૨૩થી તા-૨૫/૦૨/૨૦૨૩ દરમ્યાન હરકોઇ વખતે માધ્યમિક શાળાના ધોરણ દસના વર્ગખંડમાં મુકેલ સરકારી જુના (૧) ACER કંપનીનાCPU નંગ-૦૨ જેની કિંમત રૂપિયા ૮,૦૦૦/- તથા (૨) ACER કંપનીનાLED મોનીટર નંગ-૦૩ જેની કિંમત રૂપિયા ૯,૦૦૦/- મળી કુલ્લે કિંમત રૂપિયા ૧૭,૦૦૦/- ની કોઇક અજાણ્યો ચોર ઇસમ ધોરણ દસના વર્ગખંડના દરવાજાનો લોક(તાળુ) તોડી વર્ગખંડમાં પ્રવેશ કરી ચોરી કરી લઈ ગયો હતો. બનાવ અંગે શાળાના શિક્ષક ખુશ્બુબેન ઢોડીયાએ નિઝર પોલીસ મથકે ફરિયાદ આપી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application