Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વિશ્વ પ્રસિદ્ધ મહાકાલ મંદિરનાં ગર્ભગૃહમાં શ્રાવણ-ભાદો દરમિયાન 70 દિવસ સુધી શ્રદ્ધાળુઓનાં પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ

  • June 26, 2023 

વિશ્વ પ્રસિદ્ધ મહાકાલ મંદિરનાં ગર્ભગૃહમાં શ્રાવણ-ભાદો દરમિયાન 70 દિવસ સુધી શ્રદ્ધાળુઓનાં  પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો છે. આ દરમિયાન કોઈ VIPને પણ પ્રવેશ મળશે નહીં. ઉપરાંત તારીખ 11 જુલાઈથી ઉજ્જૈનનાં શ્રદ્ધાળુઓને અલગ ગેટમાંથી મંદિરમાં પ્રવેશ મળશે. શ્રી મહાકાલેશ્વર પ્રબંધન સમિતિની બેઠકમાં લાડુનાં પ્રસાદની કિંમતો વધારવાનો નિર્ણય પણ પાસ કરાયો છે. શ્રી મહાકાલેશ્વર મંદિર પ્રબંધન સમિતિની બેઠક કલેક્ટર અને અધ્યક્ષ કુમાર પુરુષોત્તમની અધ્યક્ષતામાં યોજાઈ હતી. જેમાં તારીખ 4 જુલાઈથી 11 સપ્ટેમ્બર સુધી શ્રી મહાકાલેશ્વર ભગવાનના ગર્ભગૃહના ભક્તોના દર્શન પર સંપૂર્ણ પ્રતિબંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો.



આ દરમિયાન 1500 રૂપિયાનાં જલાભિષેકની રસીદ પણ બંધ રહેશે. આ સાથે ભક્તો સરળતાથી દર્શન કરી શકે તે માટે વહીવટી તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા કરાઈ રહી છે. જેના કારણે તમામ ભક્તો સરળતાથી દર્શન કરી શકશે. શ્રી મહાકાલેશ્વર મંદિરમાં શ્રાવણ-ભાદો માસ દરમિયાન વહેલી સવારે ભસ્મ આરતી દરમિયાન ભસ્માર્તી દર્શનની વ્યવસ્થા રહેશે, જેમાં ભક્તો નોંધણી વગર રોકાવ્યા વગર ભસ્માર્તીના દર્શન કરી શકશે. બેઠકમાં એવો નિર્ણય લેવાયો કે, શ્રાવણ-ભાદો મહિનામાં અગાઉથી મંજૂરી મેળવેલા કાવડ યાત્રીઓ શનિ-રવિ-સોમવાર સિવાય મંગળવારથી શુક્રવાર સુધી ગેટ નંબર 1 અથવા 4 પરથી દર્શન માટે પ્રવેશ કરી શકશે.



શ્રી મહાકાલેશ્વર મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો આવતા હોવાથી સમયની અછતને કારણે ઉજ્જૈન શહેરમાં રહેતા ભક્તોની મહાકાલ પ્રત્યેની ધાર્મિક આસ્થાને ધ્યાનમાં રાખીને અલગથી દર્શનની વ્યવસ્થા ઉભી કરાઈ રહી છે. તારીખ 11 જુલાઈ-2023નાં રોજ સ્થાનિક જનતાની સુવિધા માટે મેયર મુકેશ તટવાલ દ્વારા દર્શન વ્યવસ્થાનો શુભારંભ કરાશે. પ્રશાસક સંદીપ કુમાર સોનીએ જણાવ્યું કે, શ્રી મહાકાલેશ્વર મંદિર પ્રબંધન સમિતિ ભક્તોને પડતર કિંમતે લાડવાનો પ્રસાદ આપે છે. મંદિરને આર્થિક નુકસાન ન થાય તે માટે લાડવાના પ્રસાદની પડતર કિંમતની ગણતરી કરાઈ.



હાલમાં લાડવાના પ્રસાદની પડતર કિંમત રૂપિયા 400.84 પ્રતિ કિલો થઈ રહી છે. આમ, મંદિરને રૂપિયા 40.84નું આર્થિક નુકસાન થઈ રહ્યું છે. લાડવાના પ્રસાદની કિંમતમાં વધારો કરવાનો નિર્ણય કરાયો છે. હવેથી લાડવાના પ્રસાદનું 100 ગ્રામનું પેકેટ રૂપિયા 40થી વધારી રૂપિયા 50 કરાયું છે, તો 200 ગ્રામનું પેકેટ રૂપિયા 80ને બદલે રૂપિયા 100, 500 ગ્રામનું પેકેટ રૂપિયા 180નાં બદલે રૂપિયા 200 જ્યારે એક કીલો લાડવાનાં પ્રસાદની કિંમત રૂપિયા 360થી વધારીને રૂપિયા 400 કરવાનો નિર્ણય કરાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application