સુરતના લાજપોર જેલમાં સજા ભોગવતા ભરણપોષણનો આરોપી ત્યાંથી વચગાળાના જામીન મેળવી સોનગઢના ચાકળિયા ખાતે પોતાના ઘરે આવ્યો હતો. જોકે રજાની મુદ્દત બાદ પરત જેલમાં હાજર ન થતા આ અંગે જ્યુડીશીયલ જેલરે સોનગઢ પોલીસ મથકમાં તેના વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.
સને ૨૦૧૯માં કોર્ટે ભરણપોષણ મામલે ૧૭૧૦ દિવસની સાદી કેદની સજા સંભળાવી હતી
સોનગઢના ચાકળિયાગામના દેવાજારી ફળીયામાં રહેતો સંજયભાઈ બાબલાભાઈ ગામીત સામે ભરણપોષણ મામલે વર્ષ 2019માં કેસ કોર્ટમાં ચાલી જતા સોનગઢ કોર્ટે ગત તારીખ ૧૪/૧૧/૨૦૧૯ નારોજ ભરણપોષણની રકમ રૂપિયા ૧,૩૧,૧૦૦/- ન ભરવા બાબત ૧૭૧૦ દિવસની સાદી કેદની સજા સંભળાવતા આરોપીને સુરતના લાજપોર મધ્યસ્થ જેલ ખાતે ધકેલી દેવાયો હતો.
રજાની મુદ્દત પૂરી થતા ૧૯ જુલાઈ ૨૦૨૧ ના રોજ કેદીને જેલમાં હાજર થવાનું હતું.
કેદીના વચગાળાના જામીન મંજૂર થતા જેલમાંથી ૧૯/૦૫/૨૦૨૧ નારોજ તેને સોનગઢના ચાકળીયા ખાતે તેના ઘરે જવા માટે મુક્ત કરાયો હતો. તેમજ રજાની મુદ્દત પૂરી થતા ૧૯ જુલાઈ ૨૦૨૧ ના રોજ કેદીને જેલમાં હાજર થવાનું હતું. પરંતુ તે તારીખે હાજર નહિ થઇ કેદી ફરાર થઇ ગયા હોવાની જાણ થતા જેલર કે.જે.ઘારગેએ મંગળવારે કેદી સામે સોનગઢ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પ્રિઝન્સ એક્ટની કલમ ૫૧-એ તથા ૫૧-બી મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500