તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ એપીએમસી માર્કેટ માં આજે ભીંડાનો ઓછો ભાવ પડતા ફરી ખેડૂતો વિફર્યા હતા.
પડતર કિંમત કરતાં નીચે ભાવ જતાં વ્યારાની એપીએમસી માર્કેટ ખાતે ખેડૂતોએ વિરોધ શરૂ કર્યો હતો.છૂટકમાં રૂપિયા ૪૦ પ્રતિ કિલોથી વધુની કિંમતે વેચાતા ભીંડાની ખેડૂતો પાસેથી નજીવા ભાવે ખરીદી થતા ખેડૂતો વિફર્યા હતા. ભાવના કમઠાણને લઇને ખેડૂતોએ ભારે હંગામો મચાવ્યો હતો.
વ્યારા ખાતે તાપી અને તેની આસપાસ ના જિલ્લા માંથી ભીંડા લઈ ને આવતા ખેડૂતો ને ભીંડા નો ઓછો ભાવ મળતા આજે ફરી વેપારી અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું જેને લઈ વ્યારા પોલીસ પણ ઘટના સ્થળે પોહચી ગઈ હતી.ત્યારે ભીંડાના ભાવ મુદ્દે ખેડૂતોનું શોષણ થતું હોવાની ફરિયાદ ઉઠવા પામી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application