કેન્દ્ર સરકારના જળશક્તિ મંત્રાલય હેઠળના પેયજળ અને સ્વચ્છતા વિભાગ દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ ગ્રામિણ- ૨૦૨૩ એક જન આંદોલન સ્વરૂપે યોજવામાં આવી રહ્યું છે. જે અન્વયે ભરૂચ જિલ્લામાં ૧૫ જુલાઈ ૨૦૨૩થી ૨૫ ઓગસ્ટ ૨૦૨૩ના સમયગાળા દરમ્યાન ગ્રામ્યકક્ષાએ સ્વચ્છતા સર્વેક્ષણ ગ્રામીણ ૨૦૨૩નો પ્રારંભ થઈ ચૂક્યો છે. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ડાભા અને સારોદ ગ્રામ પંચાયચત અને વાગરા તાલુકાના અલાદર અને જાગેશ્વર ગ્રામ પંચાયતોમાં બે સર્વેયર ટીમ દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણનો સર્વે કરવામાં આવ્યો હતો.
આ સર્વેમાં કેન્દ્ર સરકારશ્રી દ્વારા નિયુક્ત કરેલી એજન્સી મારફતે ભરૂચના ગ્રામીણ વિસ્તારમાં નિયત માપદંડોને આધારે સ્વચ્છતાના સ્તરનું સર્વગ્રાહી મુલ્યાંકન કરાશે અને આ સર્વેક્ષણમાં નાગરિકોના ઓનલાઇન મોબાઇલ એસ.એસ.જી.- ૨૧ની એપ્લીકેશનના માધ્યમથી પણ પોતાના પ્રતિભાવો આપી શકાશે. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના સારોદ ગામમાં ટીમ દ્વારા ગ્રામ પંચાયત સરપંચ તલાટી સાથે ચર્ચા કરવામાં આવી. તેમજ વિવિધ માહિતી કમ્પોનન્ટ વાઇસ મેળવવામાં આવી હતી. સ્વચ્છતાના માપદંડોને અનુસાર જે તે ગામડાઓનું કેન્દ્ર સરકારશ્રી દ્વારા નિયુક્ત કરેલી એજન્સી મારફતે ગ્રામીણ વિસ્તારમાં નિયત માપદંડોને આધારે સ્વચ્છતાના સ્તરનું સર્વગ્રાહી મુલ્યાંકન કરાશે
જેમાં સ્વચ્છતા સર્વેક્ષણ ગ્રામીણ ૨૦૨૩ની વેબસાઇડ ઉપર નાગરિકોના પ્રતિભાવો ભરી શકાશે અને સ્વચ્છતાલક્ષી સર્વેક્ષણમાં લોકોએ પોતાના અભિગમ આપવા ભરૂચ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રીએ અનુરોધ કર્યો હતો. આ સ્વચ્છતતા સર્વેક્ષણ અન્વયે ભરૂચ જિલ્લાના તમામ તાલુકાઓના ગામોમાં સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ ફેઝ ૨ યોજના હેઠળ સ્વચ્છ સંરક્ષણ ગ્રામીણ ૨૦૨૩ અંતર્ગત ગામ્યકક્ષાએ વિવિધ કારગિરી કરવામાં આવી રહી છે. ગ્રામજનોમાં તથા લોકોમા જન જાગૃતિ કેળવાય તેવા હેતુસર વોલ પેન્ટીંગ કરી સ્વચ્છતતા સર્વેક્ષણનો બહોળા પાયે પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે.અને વિનાયલ સ્ટીકર બનાવી એસ.એસ.જી-૨૦૨૩ નિમિત્તે કર્મચારીશ્રીએ તથા તલાટી કમ મંત્રીશ્રીઓ પણ પોતાના સોશિયલ મીડિયાના માધ્યમો થકી સ્વચ્છતાલક્ષી વિવિધ ધટકોવાર માપદંડોથી માહિતગાર કરવાના પ્રયત્નો કરી રહ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500