Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બીલીમોરામાં શાકભાજીવાળા ઉપર ચાર શખ્સોએ હુમલો કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો

  • April 10, 2025 

નવસારી જિલ્લાનાં બીલીમોરા ખાતે શાકભાજીનાં ધંધા સાથે સંકળાયેલ સરદારજીને તેના શાકભાજીના ધંધાવાળા ચાર સરદારજીઓએ ગાળાગાળી કરી ઢીકમુક્કીનો મારમારી અને મારી નાંખવાની ધમકી આપી હતી અને એકે હાથમાં પહેરેલું કડું મારી ઈજા પહોંચાડી હતી. બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.


મળતી માહિતી મુજબ, દેવસર શીખ કેમ્પ ખાતે રહેતા અને શાકભાજીનો ધંધો કરતા અને ઉમરગામ સુધી શાકભાજીનો ધંધો કરવા જતા સુરજીતસિંગ દઈશનસિંગ સરદારે બીલીમોરા પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેઓ તા.૬ નાંરોજ મળસ્કે ઉમરગામ ધંધો કરવા ગયેલા અને ત્યાંથી સાંજે પરત ઘરે આવેલા અને સાંજે સાતેક વાગ્યાના સુમારે તેના ઘરની બાજુમાં ગણેશ મંડપના ઓટલા પર બેઠા હતા. ત્યારે તેના શીખ કેમ્પમાં રહેતા પપ્પુસિંગ પવનસિંગ સરદાર, મંગુસિંગ ગન્નુસિંગ સરદાર, જશબીરસિંગ મંગુસિંગ સરદારે આવેલા અને પવનસિંગ સરદારે શાકભાજીના ધંધાર્થે આપેલા રૂ.૩૦,૦૦૦ પાછા માંગી નાલાયક ગાળો આપી ઢીકમુક્કીનો માર મારવા લાગેલા અને જશબીરસિંગે તેના જમણા હાથમાં પહેરેલું કડું તેના માથામાં મારી દીધું હતું.


તે વખતે પવનસિંગ સરદાર પણ ત્યાં આવી ગાળો આપી ઢીકમુક્કીનો માર મારવા લાગ્યો હતો. તે વખતે આજુબાજુનાં માણસો અને મારા કાકાનો છોકરો વિકીસિંગ અને મારી પત્ની કાજલ આવી ગઈ હતી અને તેમને વધુ મારમાંથી બચાવ્યા હતા. તે વખતે ચારેય આરોપીઓ જતાં જતાં મને મારી નાંખવાની ધમકી આપી ગયા હતા. તે સમયે તેને માથામાંથી લોહી નીકળતું હોવાથી પત્ની કાજલે ૧૦૮ને બોલાવી મેંગુષી હોસ્પિટલમાં સારવાર માટે લાવ્યા હતા. આ ચારે આરોપીઓ સામે ફરિયાદ આપી કાયદેસર કાર્યવાહી કરવા જણાવ્યું છે. બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application