પ્રખ્યાત કોમેડિયન ભારતી સિંહની તબિયત અચાનક બગડી ગઈ છે. જયારે કોમેડિયનની તબિયત બદડતા તેને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આ માહિતી ખુદ કોમેડિયને આપી છે. ભારતી સિંહે તેની યુટ્યુબ ચેનલ 'લાઇફ ઓફ લિમ્બાચિયા' પર નવો વ્લોગ અપલોડ કર્યો છે, જેમાં તે હોસ્પિટલમાં બેડ પર પડેલી જોવા મળે છે. ત્રણ દિવસ સુધી દર્દમાં સહન કર્યા પછી, જ્યારે ભારતીનો દુખાવો તીવ્ર બન્યો, ત્યારે તે હોસ્પિટલમાં દાખલ થઈ અને ત્યાં તેને ખબર પડી કે, તેના પિત્તાશયમાં પથરી છે, જે કોઈ નસમાં પણ અટવાઈ ગયો છે. હવે ભારતી સિંહે આ માટે ઓપરેશન કરાવવું પડશે. તેઓ કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ છે. તેણે તમામ ચાહકોને કહ્યું છે કે જો ક્યાંય દુ:ખાવો થાય છે અને તે સતત થઈ રહ્યું છે તો દરેક વ્યક્તિએ જઈને એકવાર તપાસ કરાવવી જોઈએ. ભારતી સિંહના વર્ક ફ્ન્ટની વાત કરીએ તો, આ દિવસોમાં 'ડાન્સ દીવાને સીઝન 4' હોસ્ટ કરી રહી છે. આ શોમાં માધુરી દીક્ષિત અને સુનીલ શેટ્ટી જજ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application