Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉચ્છલમાં આઈશર ટેમ્પો અને ઇક્કો ફોર વ્હીલ વચ્ચે ટક્કર

  • December 31, 2022 

ઉચ્છલમાં આવેલ જીઇબી કચેરીની સામે આઈશર ટેમ્પો અને ઇક્કો ફોર વ્હીલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો,આ અકસ્માતમાં ઇક્કો ફોર વ્હીલ ચાલકને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, બનાવ સ્થળ પર પહોચેલી પોલીસ દ્વારા ફરિયાદના આધારે કાર્યવાહી હાથન ધરાઈ હતી.




મળતી માહિતી મુજબ ઉચ્છલમાંથી પસાર થતો ઉચ્છલ-નિઝર સ્ટેટ હાઇવે માર્ગ પર આજરોજ સવારે આશરે ૬:૩૦ કલાકના અરસામાં એક આઈશર ટેમ્પો નંબર જીજે/૧૫/ઝેડ/૨૪૭૮ ના ચાલકે પોતાના કબજાનો ટેમ્પો પુર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લઇ આવી સામેથી આવતી એક ઇક્કો ફોર વ્હીલ ગાડી નંબર જીજે/૦૬/પીડી/૪૯૮૮ ને ટક્કર મારી હતી, આ અકસ્માતમાં ઇક્કો ફોર વ્હીલનો ચાલક કલ્પેશભાઈ શંભુભાઈ રાબોલિયા રહે, કિરણચોક,મહાલક્ષ્મી સોસાયટી પુણાગામ-સુરત નાઓને શરીરે ઓછીવત્તી ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

બનાવ અંગે ઇક્કો ફોર વ્હીલનો ચાલક કલ્પેશભાઈ રાબોલિયાએ આઈશર ટેમ્પોનો ચાલક વિરુદ્ધ ઉચ્છલ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application