નવા વર્ષમાં રાજસ્થાનમાં શિયાળાએ કહેર મચાવ્યો છે. જેના કારણે ચુરૂમાં પારો માઈનસ પર પહોંચી ગયો છે અને બરફ જામી ગયો છે. તીવ્ર ઠંડીનાં કારણે પાક પર હિમ જામી ગયું છે. તે જ સમયે, ટાંકીઓ અને વાસણોમાં રાખવામાં આવેલા પાણીમાં પણ બરફનાં થર જોવા મળ્યા છે. હવામાન વિભાગે મંગળવારે ચુરુમાં પારો માઈનસ 0.9 નોંધ્યો છે. બીજી તરફ રાજધાની જયપુર સહિત વિવિધ વિસ્તારોમાં મંગળવારે સવારે ગાઢ ધુમ્મસ છવાયું હતું. જેના કારણે ઘણી જગ્યાએ વિઝિબિલિટી શૂન્યની નજીક પહોંચી ગઈ હતી.
જોકે રાજસ્થાનમાં આ સમયે ચુરૂમાં શિયાળાનો સૌથી વધુ ત્રાસ છે. કોલ્ડવેવને કારણે તાપમાનનો પારો થીજબિંદુની નીચે આવી ગયો છે. પાક પર ઝાકળના ટીપાં અને વાસણોમાં રાખેલ પાણી બરફમાં જામી ગયું છે. ચુરુ હેડક્વાર્ટરની શિવ કોલોનીમાં એક ઘરની પાણીની ટાંકી નીચે બરફનું પેન્ડન્ટ જોવા મળ્યું હતું. તેમજ ટાંકીમાં બરફનું આ પેન્ડન્ટ જ્યારે સૂર્ય ચમકતો હતો ત્યારે પણ દેખાતો હતો. સંપૂર્ણ સ્વચ્છ આકાશ અને ઉત્તરીય પવનોને કારણે તાપમાનનો પારો માઈનસમાં ગયો છે.
જયારે ચુરૂમાં શિયાળાની સ્થિતિ એવી છે કે, તડકો હોવા છતાં હાથ-પગ ઠરી જવાનો અહેસાસ થાય છે. કડકડતી ઠંડી અને ઠંડીનાં કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. જાડા ઊનના કપડા પહેર્યા હોવા છતાં ઠંડી અટકવાનું નામ નથી લઈ રહી. શિયાળાના પ્રકોપને કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સવારે 11 વાગ્યા સુધી પણ બજારોમાં કોઈ અવરજવર નથી. હવામાન વિભાગે માત્ર પારો વધુ ગગડવાની શક્યતા વ્યક્ત કરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500