દિલ્હી-NCR સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ધુમ્મસ અને શીત લહેર બાદ હવે વરસાદ દસ્તક આપી શકે છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં વરસાદની આગાહી કરી છે. આઈએમડી અનુસાર, પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં 3 ફેબ્રુઆરી સુધી વરસાદની અપેક્ષા છે અને 30-31 જાન્યુઆરીએ અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 30-31 જાન્યુઆરીએ કાશ્મીરમાં અને 31 જાન્યુઆરીએ હિમાચલ પ્રદેશમાં છૂટાછવાયા વરસાદ/બરફ પડવાની શક્યતા છે.31 જાન્યુઆરી અને બીજી ફેબ્રુઆરી દરમિયાન ઉત્તરાખંડ, પંજાબ, ચંદીગઢ, હરિયાણા, પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં હળવા વરસાદની શક્યતા છે.હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, પંજાબ અને મધ્ય પ્રદેશના મેદાનોના ઘણા ભાગોમાં લઘુત્તમ તાપમાન 6-9 ડિગ્રી વચ્ચે હતું. જ્યારે રાજસ્થાનના ઘણા ભાગોમાં તાપમાન 8-10 ડિગ્રી વચ્ચે છે.
ગુજરામાં ઠંડી અને ગરમી બંને ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગામી પાંચ દિવસના ગુજરાતના વાતાવરણ અંગે આગાહી કરી હતી. રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદની કોઇ શક્યતા નથી અને વાતાવરણ સુકૂં રહેશે. આગામી પાંચથી છ દિવસ લઘુતમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર નહીં થાય. કેટલાક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં એકથી બે ડિગ્રીનો વધારો થઇ શકે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500