ગુજરાતમાં આગામી 19મી ડિસેમ્બરે 10,879 ગ્રામ પંચાયતો ચૂંટણી યોજાશે. ગ્રામ પંચાયતોની ચૂંટણી માટેનું નોટિફિકેશન 29મી નવેમ્બરે જાહેર થશે. મતદાન 19 ડિસેમ્બર રવિવારે મતદાન યોજાશે. મત ગણતરી 21 ડિસેમ્બરના રોજ થશે. આજે આદર્શ ચૂંટણી આચારસંહિતા લાગુ પડશે.સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદારો પોલીંગ બૂથ પર જઈને મતદાન કરી શકશે.
સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદારો પોલીંગ બૂથ પર જઈને મતદાન કરી શકશે.બેલેટ પેપરથી મતદાન થશે. પુનઃ મતદાનની તારીખ (જરૂર જણાય તો) 20 ડિસેમ્બર છે. ચૂંટણી પ્રક્રિયા પૂરી થવાની તારીખ 24મી ડિસેમ્બર છે. ગ્રામ પંચાયત માટેની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 4 ડિસેમ્બર છે. ઉમેદવારી પત્રની ચકાસણી 6 ડિસેમ્બરે થશે. તેમજ ઉમેદવારી પત્ર પાછી ખેંચવાની છેલ્લી તારીખ 7 ડિસેમ્બર છે.
જેની મુદત પૂરી થવામાં એક વર્ષ કરતા વધુ સમય બાકી હોય તેમાં પ્રસંગોપાત ખાલી પડેલ બેઠકોની પેટાચૂંટણી પણ યોજાશે.
આ 10,879 અંદાજિત ગ્રામ પંચાયતોમાં 10,284 સરપંચની ચૂંટણી તેમજ અંદાજિત 89702 વોર્ડોમાં સભ્યોની ચૂંટણી યોજાશે. સાથે સાથ આ સિવાયની જે ગ્રામ પંચાયતોની મુદત 31 માર્ચ 2022 પછી પૂરી થાય છે તેવી અને જેની મુદત પૂરી થવામાં એક વર્ષ કરતા વધુ સમય બાકી હોય તેમાં પ્રસંગોપાત ખાલી પડેલ બેઠકોની પેટાચૂંટણી પણ યોજાશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500