Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગિરિમથક સાપુતારામાં દિવસ દરમ્યાન વાદળછાયું વાતાવરણ બપોર બાદ વરસાદને લીધે વાતાવરણ આહલાદક બન્યું

  • May 17, 2024 

ડાંગ જિલ્લામાં જાણે ભરઉનાળે ચોમાસુ બેસી ગયુ હોય તેવા હાલ થયા છે. સતત ચોથા દિવસે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. સુરતના ઓલપાડમાં પણ ગતરોજ વરસાદ વરસ્યો હતો. આકરી ગરમીમાંથી લોકોને થોડી રાહત તો મળી હતી પરંતુ ઉનાળુ ખેતી કરીને હવે પાક લણવાની સ્થિતિમાં બેઠેલા ખેડૂતો ફટકો પડ્યો હતો. અમદાવાદ, સુરતના લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે બીજી તરફ રાજ્યના કેટલાંક જિલ્લામાં છેલ્લાં ચાર દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં ચાર દિવસથી વરસાદ પડી રહ્યો છે.


હવામાન વિભાગે આગાહી કરી હતી તે જ રીતે છેલ્લાં ચાર દિવસથી ગુજરાતના વાતાવરણમાં વરસાદ અને હીટવેવ એમ બંને સિઝનનો લોકો અનુભવ કરી રહ્યાં છે. આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતનાં જિલ્લાઓમાં ભરઉનાળાની ઋતુમાં ગાજવીજ સાથે માવઠું વરસી રહ્યું છે. દક્ષિણ ગુજરાતના વનાચ્છાદિત ડાંગ જિલ્લામાં તો જાણે ચોમાસું જામ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં સતત ચોથા દિવસે પણ ગાજવીજ સાથે કમોસમી વરસાદ તૂટી પડ્યો હતો.


જયારે ગતરોજ ડાંગ જિલ્લાનાં આહવા, બોરખલ, ગિરિમથક સાપુતારા, શામગહાન, ગલકુંડ, માલેગામ, માળુંગા, ચીખલી, સુબિર, સાકરપાતળ, વઘઇ, નડગખાદી, પિંપરી સહિત પૂર્વપટ્ટી અને મહારાષ્ટ્ર સાથે લાગુ સરહદીય વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદને લીધે રસ્તા ઉપર પાણી પાણી જોવા મળ્યા હતાં. ડાંગ જિલ્લાનાં પીંપરી વિસ્તારમાં બરફનાં કરા સાથે વરસાદ પડ્યો હતો. ગિરિમથક સાપુતારામાં દિવસ દરમ્યાન વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અને બપોર બાદ વરસાદને લીધે વાતાવરણ આહલાદક બન્યુ હતું. ફરવા આવેલા પ્રવાસીઓનો ઉન્માદ બેવડાયો હતો. જોકે, ઉનાળુ પાક તથા ફળફળાદીની ખેતી કરનારા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application