જમ્મુ કાશ્મીરમાં અમરનાથ ગુફા પાસે શુક્રવાર સાંજે વાદળ ફાટવાથી મોટી દુર્ઘટના સર્જાઈ છે. ભારે પૂરમાં ઘણા શ્રદ્ધાળુઓ તણાઈ ગયા છે. અત્યાર સુધી 16 લોકોના મોતની પુષ્ટી કરવામાં આવી છે. 45 થી વધુ લોકો ઘાયલ થયા છે. જ્યારે 40 થી વધારે લોકો ગુમ થયા છે. તેમની શોધવા માટે રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. સ્થળ પર આઇબીટીપી અને એડીઆરએફની ટીમ કામે લાગી છે.
મોડી રાત સુધી રાહત અને બચાવ કાર્ય કરવામાં આવ્યું હતું. શનિવાર સવારથી ફરી એકવાર ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.જમ્મુ અને કાશ્મીરના ડોડા એસએસપી અબ્દુલ કયુમે જણાવ્યું કે, આજ વહેલી સવાર લગભગ 4 વાગ્યે ઠઠરી ટાઉનના ગુંટી વનમાં વાદળ ફાટવાની સૂચના મળી હતી. કોઇ જાનહાનીના અહેવાલ નથી. કેટલાક વાહનો ફસાતા થોડીવાર માટે હાઈવે જામ થઈ ગયો, પરંતુ હવે તે વાહનવ્યવહાર માટે પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application