Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વલસાડ જિલ્લાની પાંચ પાલિકા દ્વારા શાળા અને કોલેજોમાં સફાઈ અભિયાન હાથ ધરાયું

  • October 27, 2023 

સ્વચ્છ ભારત મિશન- શહેરી અંતર્ગત "તા.૧૫મી ઑક્ટોબરથી તા.૧૬મી ડિસેમ્બર ૨૦૨૩" સુધી “સ્વચ્છતા હી સેવા (SHS)” કાર્યક્રમ અંતર્ગત તા.26/10/2023ના રોજ વલસાડ નગરપાલિકા દ્વારા બી.કે.એમ સાયન્સ કોલેજ અને સરકારી ઇજનેર કોલેજની સાફ-સફાઈ હાથ ધરવામાં આવી હતી. ધરમપુર નગરપાલિકા દ્વારા નગરપાલિકા સંચાલિત હાઇસ્કુલના કમ્પાઉન્ડ તેમજ આજુબાજુ વિસ્તારની સાફ-સફાઈ કરવામાં આવી હતી. પારડી નગરપાલિકા દ્વારા કોલેજના પ્રિન્સિપાલ, સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ સાથે મળી જે.પી.પારડીવાલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ અને સરકારી વિજ્ઞાન કોલેજની સાફ સફાઈ કરવામાં આવી હતી. ઉમરગામ નગરપાલિકા દ્વારા શહેરોમાં આવેલી બિલ્ડીંગોની સફાઇ કરવામાં આવી હતી. વાપી નગરપાલિકા દ્વારા પટેલ ફળિયા આંગણવાડી તથા સ્કૂલ અને ડુંગર ફળિયા પ્રાથમિક સ્કૂલમાં સાફ-સફાઈ કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application