Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ધોરણ-12 વિજ્ઞાનપ્રવાહનું પરિણામ જાહેર, તાપી જિલ્લાનું પરિણામ ૪૩.૨૨ ટકા પરિણામ નોંધાયું

  • May 02, 2023 

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વિજ્ઞાનપ્રવાહની પરીક્ષા માર્ચ 2023નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાત રાજ્યનું સરેરાશ પરિણામ 65.58 ટકા રહ્યું છે. ત્યારે તાપી જિલ્લાનું કુલ પરિણામ ૪૩.૨૨ ટકા રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ વર્ષ ૨૦૨૩માં ધો.12 સાયન્સ માટે તાપી જિલ્લાના કુલ ૧૧૮૯ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જે પૈકી ૫૧૩ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે.  


તાપી જિલ્લાનું ગૌરવ

તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ શ્રી કે.બી.પટેલ ઇંગ્લીશ મિડિયમ સ્કુલ-વ્યારા માંથી ઝા શુભાંશું રાકેશકુમાર  કુલ ૬૫૦ માંથી ૫૨૩ ગુણ મેળવી ૮૦.૪૬ ટકા સાથે ઉત્તીર્ણ થઇ તાપી જિલ્લામાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. જ્યારે પિન્કેશભાઇ  ઇનેશભાઇ ગામીત ૬૫૦ માથી ૫૦૮ ગુણ સાથે ૭૮.૧૫ ટકા મેળવી બીજા ક્રમે અને અશ્વિનીબેન કિશનભાઇ ગામીતે ૬૫૦ માંથી ૫૦૫ ગુણ મેળવી ૭૭.૬૯ ટકા સાથે ત્રીજા ક્રમે ઉત્તીર્ણ થઇ એકલવ્ય રેસિડેન્સીયલ સ્કુલ ખોડદાનું નામ રોશન કરી તાપી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.  



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News