Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારા ૧૭૧ મતવિસ્તારના વિવિધ સ્થળોએ “અવસર રથ” દ્વારા નાગરિકોને મતદાન માટે પ્રેરિત કરવામાં આવ્યા

  • November 14, 2022 

ગુજરાત રાજયમાં યોજાનાર વિધાનસભાની સામાન્ય ચુંટણી-૨૦૨૨માં મતદાન કરવા માટે લોકોમાં જાગૃત્તિ કેળવવા અર્થે તાપી જિલ્લા ચૂંટણી અધિકારી ભાર્ગવી દવેના માર્ગદર્શન હેઠળ વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય અને દરેક નાગરિક સમાન અને સહર્ષ રીતે આ પ્રક્રિયાનો ભાગ બને એવા સુચારૂ પ્રયાસો જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે આજે વ્યારા ૧૭૧ મતવિસ્તારના વ્યારા સ્થિત સયાજી ગ્રાઉન્ડ ખાતેથી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ભાર્ગવી દવે ‘અવસર રથ’ને ફ્લેગ ઓફ કરી વિવિધ સ્થળો જવા માટે રથને પ્રસ્થાન કરાવ્યો હતો. આ “અવસર રથ” દ્વારા નાગરિકોને મતદાન માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.


આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી અને ક્લેકટર તાપી એ તમામ  મતદારોને ૧લી ડિસેમ્બરે અચૂક  મતદાન  કરવા અપીલ કરી હતી. ૧૭૧-વ્યારા વિધાનસભા મતદાર વિભાગ અને મામલતદાર-વ્યારા  એચ.જે.સોલંકી અવસર રથ સાથે રહી અને શેરી નાટકનાં કાર્યક્રમનાં સ્થળે હાજરી આપી મતદારોને આગામી ચૂંટણીમાં અચુક મતદાન કરવા નમ્ર અપીલ કરી હતી. વ્યારા તાલુકાનાં કાનપુરા, વ્યારા પાનવાડી, ઉંચામાળા, પનિયારી ગામે અવસર રથ ફેરવવામાં આવ્યો હતો.


તેમજ મતદારોને આગામી ચૂંટણીમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ગ્રામજનોને મતનું મહત્વ સમજાવી મતદાન અંગે જાગૃત કરવા પ્રેરિત કરવા વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત ઓછુ મતદાન ધરાવતા વિસ્તારો પૈકી સયાજી ગ્રાઉન્ડ વ્યારા શિવાજી લાઇબ્રેરી વ્યારા તથા મુખ્ય પ્રાથમિક શાળા ડોલવણ ખાતે શેરી નાટકનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં અવસર રથ કાનપુરા-3, પાનવાડી-2, વ્યારા-19, વ્યારા-18, વ્યારા-12, ઉંચામાળા-6, ઉંચામાળા-5, ઉંચામાળા-7 મતદાન મથકો ખાતે અવસર રથ ભ્રમણ કરી નાગરિકોને મતદાનના મહત્વ અંગે મામલતદાર, સ્થાનિક BLO, વિવિધ નોડલ ઓફિસરો દ્વારા સમજુતિ આપવામાં આવી હતી.

આ ઉપરાંત અવસર રથ ઉપર સહિ કરી ગ્રામજનો ચૂંટણી પ્રક્રિયામાં મત આપી ઉત્સાહભેર લોકશાહીના તહેવારમાં ભાગ લેવા સંકલ્પબધ્ધ થયા હતા. આ કાર્યક્રમમાં સ્થાનિક BLO, નોડલ ઓફિસરો, એફ.પી.એસ. સંચાલક, એમ.ડી.એમ. સંચાલક, તલાટી કમ મંત્રીઓ, વિદ્યાર્થીઓ, ગ્રામ સેવકો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો/મતદારો હાજર રહી અવસર રથના આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application