સુરતમાં CID ક્રાઈમે મોટું ઑપરેશન પાર પાડ્યું છે. જેમાં ક્રિકેટ પર સટ્ટો રમાડતાનો પ્રદાફાશ થયો છે. ત્યારે સુરત શહેર પોલીસ ઊંઘતી ઝડપાઈ છે.જેમાં મોટા વરાછામાં CID ક્રાઈમે રેડ પાડી હતી. જેમાં ક્રિકેટ પર સટ્ટો રમાડતાનો પ્રદાફાશ થયો છે.
શહેરમાં આરોપીઓે ONLINE ક્રિકેટ સટ્ટો રમાડતા હતા. સટ્ટોડીયા હરેશ રણછોડભાઈ મકવાણાનું નામ ખુલ્યું છે. તેમજ સટ્ટા કિંગ કાનો ઉર્ફે સુદામા મનસુખભાઇ મારવણીયા મોટો ખેલાડી છે. તેમજ ભાવનગરના મહુવાનો સોહેલ હિંગોરાનું પણ સેટિંગ બહાર આવ્યું છે. જેમાં રૂપિયા 2 કરોડથી વધુની ક્રેડિટ મેળવી હતી. તેમાં ઓનલાઇન એપ્લિકેશન મારફતે સટ્ટો રમાડતા હતા. ક્રિકેટ વર્લ્ડ કપની મેચ અને અન્ય મેચ પર સટ્ટો રમાડતા હતા.તાજેતરમાં જ જામનગરના દિગ્વિજય પ્લોટ શેરી નંબર 17 ના ખૂણા પાસેથી જાહેરમાં પોતાના મોબાઈલ ફોનની આઇડી મારફતે ક્રિકેટનો સટ્ટો રમી રહેલા રાજકોટના એક બુકીને સિટી એ.ડિવિઝન પોલીસે ઝડપી લીધો હતો. જ્યારે તેની સાથે ક્રિકેટનો સટ્ટો રમનારા અન્ય ત્રણ પંટરોને ફરાર જાહેર કરાયા હતા.
આ દરોડાની વિગત એવી છે કે રાજકોટમાં રૈયા રોડ પર હનુમાનમઢી પાસે રહેતા જીતેન્દ્ર ઉર્ફે જીતુભાઈ નારણભાઈ પટેલ નામના વેપારી, કે જે ક્રિકેટના સટ્ટાનું નેટવર્ક ચલાવે છે, અને રાજકોટથી જામનગરમાં દિગ્વિટર નંબર 17 માં આવ્યો છે, તેવી ચોક્કસ બાતમીના આધારે સીટી એ. ડિવિઝન પોલીસે દરોડો પાડયો હતો.જે દરોડા દરમિયાન જીતેન્દ્ર બારડની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી હતી, અને તેની પાસેથી રૂપિયા 10,100ની રોકડ રકમ, મોબાઈલ ફોન વગેરે સહિત 15,100 ની માલમતા કબજે કરી લેવામાં આવી છે. પોલીસની પૂછપરછ દરમિયાન પોતે જામનગરના લાલાભાઇ, અશોકભાઈ, અને અમિતભાઈ ઠક્કર સાથે ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો હોવાનું જણાવ્યું હતું, જેથી પોલીસે ત્રણેય પન્ટરને ફરાર જાહેર કર્યા છે, અને શોધખોળ હાથ ધરાઈ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500