વ્યારા નગરના વોર્ડ નંબર-4માં આવેલ શ્રદ્ધા રેસીડેન્સીમાં ગેરકાયદેસર બનાવેલ ચર્ચને તાત્કાલિક ધોરણે બંધ કરવા બાબતે સોસાયટીના રહીશો દ્વારા ગત તારીખ 15/06/2023 અને ગત તારીખ 01/09/2023નાં રોજ લેખિતમાં મામલતદાર વ્યારા, તાપી એસ.પી., વ્યારા નગર પાલિકામાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું પરંતુ જે અંગે આજદિન સુધી કોઈ કાર્યવાહી થઈ નથી તેવું જણાય આવ્યું છે અને તે જ કારણે તારીખ 05/11/2023નાં રોજ ચર્ચમાં પ્રાર્થના સભા શરૂ કરવામાં આવેલ હતી અને આ સોસાયટીમાં 95% હિન્દુ પરિવાર રહે છે અને શ્રદ્ધા રેસીડેન્સીના દસ્તાવેજ મુજબ રહેઠાણ અને દુકાન માટે જ મંજૂરી આપેલ છે તેમ છતાં મંજૂરી વગર ચર્ચ બનાવી બહારના માણસો પણ મોટી સંખ્યામાં આવીને ભેગા થયેલ હતા જેના કારણે સોસાયટીમાં શાંતિ તેમજ ધાર્મિક લાગણી દુભાવાની સંભાવના રહેલી છે. જે કારણે આ ગેરકાયદેસર હોય તો તેને અટકાવી તેમની સામે તાત્કાલિક ધોરણે કાયદેસરની કાર્યવાહી કરવા ફરી એક વાર સબંધિત વિભાગોને લેખિતમાં રજૂઆત કરી માંગ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application