Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ચીખલી : બાઈક સવાર યુવકે ગુમાવ્યો જીવ, ઝાડ સાથે અથડાતા અકસ્માત

  • May 14, 2023 

અકસ્માતની ઘટનાઓ નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં અવાર નવાર બનતી હોય છે ત્યારે નવસારીમાં એક યુવક બાઈક સાથે અથડાતા તેનું મોત નિપજ્યું હતું. માટીના ઢગલા અને ઝાડના કારણે આ પ્રકારે ઘટના બની હતી. આ અકસ્માતની ઘટના સુરખાઈ અનાવલ માર્ગ પર બની હતી. હનુમાન ફળીયાની આ ઘટનામાં બાઈક લઈને જતા સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા યુવક ઝાડ સાથે અથડાયો હતો. આ મામલે અકસ્માતે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. આ મૃતક યુવક ચાંપલધરા, વાંસદાનો હોવાનું સામે આવ્યું છે.


પ્રાપ્ત વિગતો અનુસાર રાત્રિ દરમિયાન અંદરના રસ્તાઓમાં વિઝિબિલિટીની સમસ્યા નડતી હોય છે. આ સિવાય માર્ગને અડીને આજુ-બાજુની ઝાડીઓ,કેટલીક જગ્યાએ માટીના ઢગલાઓ અગાઉ કામગીરી થયા બાદ દૂર નહીં કરાતા ત્યાં લેવેલ થયું નહોતું જેથી આ પણ વાહન ચાલકો માટે રોડ પર મુશ્કેલી માનવામાં આવ છે. રાત્રે જ્યારે વાહનચાલકો અહીંથી પસાર થાય છે ત્યારે તેમને હાલાકીનો સામનો કરવો પડે છે જેથી અહીંથી પસાર થતા યુવકે પણ સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો જેના કારણે આ દુર્ઘટના બની હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application