ગુજરાતમાં ધીમે ધીમે કોરોનાનાં કેસોમાં ફરીથી વધારો થઈ રહ્યો છે. ત્યારે કોરોનાની નવી લહેરમાં રાજ્યના ટોચના અધિકારી સંક્રમિત થયા છે. મુખ્ય સચિવ પંકજ કુમારને કોરોના સંક્રમિત થયા છે. IAS પંકજ કુમારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જોકે, હાલમાં તેઓ પોતાના ગાંધીનગરમાં સ્થિત નિવાસ સ્થાને જ સારવાર લઇ રહ્યાં છે. ગુજરાતમાં કોરોનાની સ્થિતિની વાત કરીએ તો, છેલ્લા 4 દિવસમાં કોરોનાના નવા કેસ 100થી વધુ નોંધાઈ રહ્યા છે.
રાજ્યમાં ગતરોજ 102 દિવસ બાદ 150થી વધુ કેસ નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 154 નવા કેસ નોંધાયા હતા. જ્યારે 58 દર્દી સાજા થયા હતા. અગાઉ 1 માર્ચે 162 કેસ હતા. તેમજ શનિવારે અમદાવાદ શહેરમાં 80 નવા કેસ નોંધાયા હતા. જ્યારે આજે એક પણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ 99.05 ટકા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500