અરબી સમુદ્રમાં સર્જાયેલુ વાવાઝોડું બિપરજોય તેજ ગતિથી આગળ વધી રહ્યુ છે તેવામાં હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વીજળીનાં કડાકા ભડકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ આગામી બે દિવસ દરમિયાન પવન 35થી 45 કિમીની ઝડપે ફૂંકાશે. જોકે પવનની ગતિમાં વધારો જોવા મળશે અને આગામી તારીખ 13મી જૂને પવનની ઝડપ 70 કિમી થવાની સંભાવના છે. આજે વરસાદની આગાહી વચ્ચે અમદાવાદ શહેરમાં વાતાવરણમાં પલટો આવ્યો છે શહેરમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે અને આકાશમાં કાળાડિબાંગ વાદળો દેખાઈ રહ્યા છે.
ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. વાવાઝોડું બિપરજોય હાલ પોરબંદરના દરિયાકાંઠેથી 640 કિમી દૂર છે અને તે સતત આગળ વધી રહ્યું છે તેવામાં હવામાન વિભાગે અમદાવાદ સહિત ગુજરાતનાં કેટલાક વિસ્તારોમાં આજે વરસાદ પડે તેવી આગાહી કરી છે અને સાથે જ દરિયાકાંઠાનાં વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડે તેવી શક્યતા છે. વાવાઝોડાનાં પગલે દરિયાકાંઠાનાં વિસ્તારોના લોકોને ચેતવણી આપવમાં આવી છે તેમજ માછીમારેનો દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
ગુજરતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વીડિયો કેન્ફરન્સના માધ્યમથી દરિયાકાંઠાના જિલ્લાઓના કલેક્ટરોને એલર્ટ રહેવા જણાવ્યુ હતું. ગુજરાતનાં દરિયાકાંઠે વાવાઝોડાનો ખતરાને પગલે દરિયાકાંઠનાં વિસ્તારોમાં હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સાથે જ તમામ બંદરો પર ભયસૂચક 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. વાવાઝોડા દરમિયાના ભારે પવન ફૂંકાવાની શક્યતાને ધ્યાને લઈને શહેરોમાંથી મોટા હોર્ડિંગ ઉતારી લેવા સૂચના આપવામાં આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500