કેશ ક્રેડિટની શ્રેષ્ઠ કામગીરી બદલ એસબીઆઈ, બીઓબી અને બીજીજીબી બેંકના મેનેજરોનું સન્માન થયું વલસાડ તાલુકા પંચાયતના હોલમાં દિનદયાલ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત સ્વ સહાય જૂથો માટે બેંક લીકેજ અન્વયે ક્રેડિટ કેમ્પ તાલુકા પંચાયતનાં ઉપપ્રમુખ ના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો. જેમાં સ્વ સહાય જૂથની બહેનોને કુલ રૂ. ૩૪ લાખના ચેકનું મહાનુભાવો દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું.
શ્રેષ્ઠ કામગીરી કરનાર સ્ટેટ બેંકની ચણવઇ બ્રાંચના મેનેજર અનિલ ઠાકરે, બેંક ઓફ બરોડા ખત્રીવાડ બ્રાંચના મેનેજર અને બરોડા ગુજરાત ગ્રામીણ બેંક, કાપરીયાનાં મેનેજર કુદનાબેન તેમજ બેંકસખીને કેશ ક્રેડિટની શ્રેષ્ઠ કામગીરી બદલ મોમેન્ટો એનાયત કરી સન્માનિત કરાયા હતા. આ કાર્યક્રમમાં સામાજિક ન્યાય સમિતિનાં સભ્ય, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી, લીડ બેંકના ડિસ્ટ્રીક્ટ મેનેજર, જિલ્લા લાઈવલી હૂડ મેનેજર, માઈક્રો ફાયનાન્સના આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર, ચણવઇ સખી મંડળનાં કેશ ક્રેડિટની ૩૫ લાભાર્થી બહેનો અને બેંક સખી તેમજ તાલુકાનો સ્ટાફ હાજર રહ્યો હતો. આભારવિધિ તાલુકા લાઈવલીહુડના મેનેજરએ કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500