બેરોજગારો ને છેતરવાનો કિસ્સો ફરી તાપી જિલ્લામાં બહાર આવ્યો છે, આરોપી ઠગે કાકરાપાર અણુ વિદ્યુત મથકમાં નોકરી આપવાની લાલચ આપીને ત્રણ જેટલા યુવકોને વિશ્વાસ માં લઈ સાડા સાત લાખની ઠગાઈ કરી હોવાની અરજી પોલીસ મથકે આપવામાં આવી છે...
સાડા સાત લાખ રૂપિયા ત્રણે યુવકો પાસે ઉઘરાવી કરી ઠગાઈ....
કાકરાપાર અણુ વિદ્યુત મથકમાં કામ કરું છું, અને મારી પહોંચ ઉપર સુધી છે, તમને અણુ મથકમાં નોકરીએ લગાવી દઈશ ,જેવી લોભામણી વાતો કરી તાપી જિલ્લાના પેરવડ ગામના કુલદીપભાઈ ગામીત, વિરાજભાઈ વસાવા-સોનગઢ તથા અમુલભાઈ વસાવા-સોનગઢ, ત્રણ જેટલા બેરોજગાર યુવકોને વિશ્વાસ માં લઈને સાડાસાત લાખ જેટલી રકમ ઉઘરાવીને આ ગરીબ પરિવારના યુવકોને નોકરી ન આપી અરવિંદભાઈ કેવજીભાઈ ચૌધરી રહે,કાકરાપાર રજવાડુ ફળિયું-માંડવી અને દિલીપકુમાર દેવસીંગ વસાવા રહે,સેવલાણ,નિશાળ ફળિયું-ઉમરપાડા જી.સુરત નાઓએ ઠગાઈ કરી હોવાની ફરિયાદ ત્રણ યુવકોએ વ્યારા પોલીસ મથકમાં કરી છે. પોલીસે ફરિયાદી યુવકોની અરજી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500