Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આગામી 5 દિવસ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ પડવાની સંભાવના

  • June 08, 2024 

કેરળમાં ચોમાસાની એન્ટ્રી બાદથી એક પછી એક રાજ્યોમાં વરસાદનું આગમન થઇ રહ્યું છે. હજુ તો ગઇકાલે જ મહારાષ્ટ્રમાં પણ વરસાદની એન્ટ્રી થઇ હતી ત્યાં આજે ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદ શરૂ થઈ ગયો છે. હવામાન વિભાગે હજુ ગઇ કાલે જ આગાહી કરી હતી કે આગામી 5 દિવસ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ પડવાની શક્યતા છે ત્યાં છોટા ઉદેપુરના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને વરસાદ પડ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ વખતે મે મહિનામાં ગરમીએ જૂના બધા રેકોર્ડ તોડી નાખ્યા છે.


ત્યારે આખા ગુજરાત સહિત ભારતના અનેક ભાગોમાં ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. આ વચ્ચે વરસાદના અહેવાલથી લોકોને ઘણી ખરી રાહત મળી છે. હાલમાં છોટા ઉદેપુરમાં ઘણી જગ્યાએ ધોધમાર તો ઘણી જગ્યાએ ધીમી ધારે મેઘરાજા વરસી રહ્યા છે. બીજી બાજુ સુરતના ઓલપાડ તાલુકામાં પણ વરસાદ પડ્યો છે. બીજી બાજુ બોડેલી તાલુકાના ચલામલીમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. અહીં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું, ત્યારે વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. જયારે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસ ગુજરાતના વિવિધ જિલ્લામાં વરસાદની આગાહી કરાઈ છે. હાલમાં તાપમાનમાં પણ ઘટાડો દેખાઈ રહ્યો છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લામાં વરસાદની આગાહી કરી છે. આ જિલ્લાના લોકોને ગરમીથી રાહત મળશે એવી શક્યતા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application