ઘણા સમયથી ચોમાસાની રાહ જોવાતી હતી લોકો 46-48 ડિગ્રી તાપામનથી ત્રાહિમામ પોકારી ગયા છે તેથી હવે ગરમી પછી ઠંડક આપતા સમાચાર છે કે, ચોમાસુ હવે ગુરૂવારે વિધિવત રીતે કેરળના કિનારે આવી પહોચ્યુ છે અને તેની સાથે વરસાદની શરૂઆત પણ થઈ ગઈ છે. તારીખ 1 જૂનની સ્થિતિમાં જોઈએ તો ચોમાસુ 7 દિવસ મોડા પહોચ્યું છે.
આ પહેલા વર્ષ-2016 અને વર્ષ-2019માં પણ ચોમાસું તારીખ 8 જૂને આવ્યું હતું. એટલે કે તે વખતે પણ મોડા આવ્યુ હતું. જોકે ચોમાસાનાં જૂન-સપ્ટેમ્બરમાં વરસાદ મોડા આવવા સાથે સાથે દેશ અમુક વિસ્તારોમાં તેની કોઈ ખાસ અસર થતી નથી. કેરળનાં ઉપરના દક્ષિણ-પશ્ચિમ મોનસુનની શરૂઆત થઈ ગઈ છે.
ભારતનાં હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ગુરૂવારે દેશમાં કેરળના કેટલાક વિસ્તારોમાં, તમિલનાડુનાં કેટલાક વિસ્તારો, કર્ણાટકનાં કેટલાક વિસ્તારોમાં આગામી 48 કલાકમાં પુર્વોત્તર રાજ્યોમાં વરસાદ થવાની પરિસ્થિતિ બની રહી છે. IMDનાં પ્રમુખનાં જણાવ્યા પ્રમાણે અરબ સાગરમાં એકાએક દબાણ નીચું આવ્યું છે. જેના પછી ગંભીર વાવોઝોડુ બિપોરજોય નાં સ્વરૂપમાં બદલાઈ જશે. જેના કારણે કેરળમાં ચોમાસાની શરૂઆત થોડી મોડા થશે કારણ કે આ વિસ્તારમાંથી ભેજ હટી ગયો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500