સેન્ટ્રલ જીએસટી ગાંધીનગરના અધિકારીઓ દ્વારા બનાસકાંઠામાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે, સેન્ટ્રલ જીએસટી ના અધિકારીઓએ અંબાજીમાં આવેલી ડી.કે.મારબલની ફેક્ટરીમાં દરોડા પાડ્યા હતા. અધિકારીઓને પ્રાથમિક તપાસમાં રૂપિયા 20 કરોડની કરચોરી પકડી પાડવામાં આવી હતી. ડી.કે.મારબલના ભાગીદારો વિજય ત્રિવેદી અને કિરણ ત્રિવેદીની પણ સહભાગી કંપનીઓ અમદાવાદમાં ઓગણજ અને પ્રહલાદનગરમાંવિસએટલાન્ટીસકોમ્પલેક્ષમાં ચાલી રહી છે. તપાસના અંતે કરચોરીનો ચોક્ખસ આંકડો બહાર આવશે. એક જ ગ્રૂપ કંપનીઓમાં બે ભાઈઓ અને પિતરાઈ ભાઈઓ જુદી જુદી કંપનીઓ શરૂ કરીને ભાગીદારો કામ કરી રહ્યા છે. લોકલ વેચાણ અને એક્સપોર્ટમાંવેચાણમાં તફાવત જોવા મળ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application