સેન્ટર ઓફ એક્સલન્સ ઇન એક્વાકલ્ચર કામધેનુ યુનિવર્સીટી ઉકાઈ કેન્દ્ર દ્વારા રાજ્ય સરકારના મત્સ્યપાલન વિભાગમાં ફરજ બજાવતા ૨૦ અધિકારીઓની “એન્ડવાન્સ એક્વાકલ્ચર પ્રેકટાઈસીસ” વિષય ઉપર ૫ દિવસીય રીફ્રેશમેન્ટ તાલીમ આયોજિત કરવામાં આવેલ છે. જેના ઉદ્દધાટન પ્રસંગે પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર ટ્રાઇબલ એરિયા સબ પ્લાનના રામ નિવાસ બુગલિયાએ મુખ્ય મેહમાન તેમજ કામધેનુ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડો.એમ.એમ. ત્રિવેદી અને સેન્ટર ઓફ એકસલન્સના હેડ ડો. સ્મિત લેન્ડે તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ તાલીમ દરમિયાન અગાઉ દિવસોમાં વિષય નિષ્ણાતો દ્વારા વિશ્વમાં ચાલતા જળચર ઉછેરના વિવિધ તકનીકોના બાબતે વ્યાખ્યાનો આપવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application