રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના તમામ પ્રયાસો છતાં ફુગાવો સતત 9મા મહિને સંતોષજનક સ્તરથી ઉપર છે. હવે તેણે કેન્દ્ર સરકારને રિપોર્ટ આપવો પડશે અને તેનું કારણ વિગતવાર જણાવવું પડશે. રિપોર્ટમાં જણાવવાનું રહેશે કે શા માટે મોંઘવારી નિર્ધારિત મર્યાદામાં રાખી શકાઈ નથી અને તેને નિયંત્રણમાં લાવવા માટે શું પગલાં લેવામાં આવી રહ્યા છે. નોંધનીય છે કે,2016માં મોનેટરી પોલિસી ફ્રેમવર્ક અમલમાં આવ્યા બાદ આ પ્રથમ વખત બનશે, RBIએ રિપોર્ટ દ્વારા સરકારને તેના પગલાની જાણ કરવી પડશે. અહીં,નેશનલ સ્ટેટિસ્ટિકલ મિનિસ્ટ્રી (NSO)ના જણાવ્યા અનુસાર,ઓગસ્ટની સરખામણીમાં સપ્ટેમ્બરમાં માત્ર 6 વસ્તુઓના ભાવમાં ઘટાડો થયો છે.
રિટેલ ફુગાવો 2 %ના તફાવત સાથે 4 % પર જાળવી રાખવાની જવાબદારી આરબીઆઈને સોંપવામાં આવી છે.
રિઝર્વ બેન્ક એક્ટ હેઠળ,જો સતત 3 ક્વાર્ટરમાં ફુગાવાનો લક્ષ્યાંક હાંસલ ન થયો હોય,તો આરબીઆઈએ કેન્દ્ર સરકારને જાણ કરવી જરૂરી છે.
ખાદ્ય પદાર્થો મોંઘા થવાને કારણે સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 7.41 % થયો હતો. આ વર્ષે એપ્રિલ પછી આ તેની પાંચ મહિનાની ઊંચી સપાટી છે.તે સમયે,છૂટક ભાવ આધારિત ફુગાવો (CPI) 7.79 % હતો.બુધવારે નેશનલ સ્ટેટિસ્ટિકલ ઑફિસ દ્વારા જારી કરવામાં આવેલા ડેટા અનુસાર સપ્ટેમ્બરમાં સળંગ 9મા મહિને રિટેલ ફુગાવાનો દર RBIની 6 %ની ઉપલી મર્યાદાથી ઉપર રહ્યો હતો.ઓગસ્ટમાં તે 7 % અને ગયા વર્ષે સપ્ટેમ્બરમાં 4.35 % હતો. ખાદ્ય ચીજોનો ફુગાવો સપ્ટેમ્બરમાં વધીને 8.60 % થયો હતો જે ઓગસ્ટમાં 7.62 % હતો. કેન્દ્ર સરકારે આરબીઆઈને રિટેલ ફુગાવાને 2 થી 6 %ની રેન્જમાં રાખવાનો ટાર્ગેટ આપ્યો છે.
મેન્યુફેક્ચરિંગ અને માઇનિંગ સેક્ટરમાં નબળા દેખાવને કારણે ઓગસ્ટમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં 0.8 %નો ઘટાડો થયો હતો. તે ઘટીને 18 મહિનાની નીચી સપાટીએ પહોંચી ગયો હતો. અગાઉ ફેબ્રુઆરી 2021માં ઔદ્યોગિક ઉત્પાદનમાં 3.2 %નો ઘટાડો થયો હતો. ઔદ્યોગિક ઉત્પાદનનો સૂચક આ વર્ષે જુલાઈમાં 2.2 % અને ગત વર્ષે ઓગસ્ટમાં 13 % વધ્યો હતો.
સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 7.41 % થયો હતો, જે અપેક્ષા કરતાં વધુ હતો. નિષ્ણાતોએ મહત્તમ છૂટક ફુગાવો 7.30 % રહેવાની આગાહી કરી હતી. નેશનલ સ્ટેટિસ્ટિકલ મિનિસ્ટ્રી (NSO)ના જણાવ્યા અનુસાર, ઓગસ્ટની સરખામણીમાં સપ્ટેમ્બરમાં માત્ર 6 વસ્તુઓના ભાવમાં ઘટાડો થયો છે.ત્યારે અન્ય તમામ ચીજવસ્તુઓના ભાવમાં વધારો જોવા મળ્યો છે. જેના કારણે સપ્ટેમ્બરમાં રિટેલ ફુગાવો ધારણા કરતા વધુ હતો. બેંક ઓફ બરોડાના મુખ્ય અર્થશાસ્ત્રી મદન સબનવીસે જણાવ્યું હતું કે, નજીકના ભવિષ્યમાં ફુગાવો ઘટવાની શક્યતા ઓછી છે કારણ કે ખરીફમાં ઉત્પાદન ઓછું છે. ખાસ કરીને ચોખા, કઠોળ અને તેલીબિયાંના ઉત્પાદનને આ વખતે વધુ અસર થઈ છે.આ રાજ્યોમાં સૌથી વધુ ફુગાવોમાહિતી અનુસાર, રિટેલ ફુગાવાનો દર પશ્ચિમ બંગાળ, તેલંગાણા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને આંધ્ર પ્રદેશમાં સૌથી વધુ હતો. આ રાજ્યોમાં આ દર 8.06 %થી 9.44 % હતો.દિલ્હી, હિમાચલ પ્રદેશ, ઓડિશા, કર્ણાટક અને બિહાર સૌથી ઓછા ફુગાવાવાળા રાજ્યો હતા. અહીં ફુગાવો 4.03% થી 6.38%ની વચ્ચે હતો.ઉત્તર પ્રદેશમાં આ દર 7.79 % હતો. હરિયાણામાં 7.95 %, ઉત્તરાખંડમાં 7.27 % અને પંજાબમાં 5.60 % નોંધાયા છે.
ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ પાંચ મહિનામાં એટલે કે એપ્રિલ-ઓગસ્ટમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં 7.7 %નો વધારો થયો છે. ગત નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં તેનો વિકાસ દર 29 % હતો. ડેટા અનુસાર આ વર્ષે ઓગસ્ટમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં 0.7 %નો ઘટાડો થયો છે. ગત વર્ષે ઓગસ્ટમાં તેમાં 11.1 %નો વધારો થયો હતો. ખાણકામ ક્ષેત્રના ઉત્પાદનમાં 3.9 %નો ઘટાડો થયો છે. પાવર સેક્ટરનો વિકાસ દર 1.4% રહ્યો. ઓગસ્ટ 2021માં 16 %નો મોટો વધારો થયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationકાપોદ્રામાં હીરાબાગ નજીક બે બાઈક વચ્ચેનાં અકસ્માતમાં આધેડનું મોત
November 24, 2024સુરત શહેરમાં યુવકને માંઠુ લાગતાં અને યુવતીએ બીમારીને કારણે આપઘાત કર્યો
November 24, 2024અમદાવાદનાં ઠક્કરનગરમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકે મહિલાને રોકી ધમકી આપી
November 24, 2024નાઘેડી ગામનો ભરણપોષણ અને મારામારીનાં કેસનો વોન્ટેડ આરોપી ઝડપાયો
November 24, 2024